GUJARATI PAGE 917

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੩ ਅਨੰਦੁ

રામકલી મહેલ ૩ અનંદુ 

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥

એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે 

ਅਨੰਦੁ ਭਇਆ ਮੇਰੀ ਮਾਏ ਸਤਿਗੁਰੂ ਮੈ ਪਾਇਆ ॥

હે મા! મનમાં આનંદ જ આનંદ થઈ ગયો છે, કારણ કે મેં સદ્દગુરુને મેળવી લીધો છે. 

ਸਤਿਗੁਰੁ ਤ ਪਾਇਆ ਸਹਜ ਸੇਤੀ ਮਨਿ ਵਜੀਆ ਵਾਧਾਈਆ ॥

સદ્દગુરુને સરળ સ્વભાવ જ પ્રાપ્ત કરી લીધો છે, જેનાથી મનમાં ખુશીઓ ઉત્પન્ન થઈ ગઈ છે. 

ਰਾਗ ਰਤਨ ਪਰਵਾਰ ਪਰੀਆ ਸਬਦ ਗਾਵਣ ਆਈਆ ॥

એમ લાગે છે રત્નો જેમ અમૂલ્ય રાગ-રાગનીઓ તેમજ પરીઓ કુટુંબ સહિત શબ્દગાન કરવા આવી છે. 

ਸਬਦੋ ਤ ਗਾਵਹੁ ਹਰੀ ਕੇਰਾ ਮਨਿ ਜਿਨੀ ਵਸਾਇਆ ॥

જેને પરમાત્માને મનમાં વસાવી લીધો છે, તે બધા તેની સ્તુતિનું શબ્દગાન કરો.

ਕਹੈ ਨਾਨਕੁ ਅਨੰਦੁ ਹੋਆ ਸਤਿਗੁਰੂ ਮੈ ਪਾਇਆ ॥੧॥

નાનક કહે છે કે સદ્દગુરુને મેળવીને મનમાં પરમાનંદ ઉત્પન્ન થઈ ગયો છે ॥૧॥ 

ਏ ਮਨ ਮੇਰਿਆ ਤੂ ਸਦਾ ਰਹੁ ਹਰਿ ਨਾਲੇ ॥

હે મન! તું હંમેશા પરમાત્માની સાથે લીન રહે, 

ਹਰਿ ਨਾਲਿ ਰਹੁ ਤੂ ਮੰਨ ਮੇਰੇ ਦੂਖ ਸਭਿ ਵਿਸਾਰਣਾ ॥

હે મન! પરમાત્માની સાથે લીન રહીશ તો તે તારા બધા દુઃખ ભુલાવી દેશે. 

ਅੰਗੀਕਾਰੁ ਓਹੁ ਕਰੇ ਤੇਰਾ ਕਾਰਜ ਸਭਿ ਸਵਾਰਣਾ ॥

તે તારો જ સાથ આપતો રહેશે અને તારા બધા કાર્ય સંપૂર્ણ કરનાર છે. 

ਸਭਨਾ ਗਲਾ ਸਮਰਥੁ ਸੁਆਮੀ ਸੋ ਕਿਉ ਮਨਹੁ ਵਿਸਾਰੇ ॥

જે સ્વામી બધી વાતો પૂર્ણ કરવામાં સમર્થ છે, તેને શા માટે મનથી ભુલાવી રહ્યો છે. 

ਕਹੈ ਨਾਨਕੁ ਮੰਨ ਮੇਰੇ ਸਦਾ ਰਹੁ ਹਰਿ ਨਾਲੇ ॥੨॥

હે મન! નાનક કહે છે કે હંમેશા પરમાત્માની સાથે આસ્થા બનાવીને રહે ॥૨॥ 

ਸਾਚੇ ਸਾਹਿਬਾ ਕਿਆ ਨਾਹੀ ਘਰਿ ਤੇਰੈ ॥

હે સાચા માલિક! તારા ઘરમાં શું કંઈ નથી?

ਘਰਿ ਤ ਤੇਰੈ ਸਭੁ ਕਿਛੁ ਹੈ ਜਿਸੁ ਦੇਹਿ ਸੁ ਪਾਵਏ ॥

તારા ઘરમાં તો બધું જ છે, પરંતુ જેને તું આપે છે, તે જ પ્રાપ્ત કરે છે. 

ਸਦਾ ਸਿਫਤਿ ਸਲਾਹ ਤੇਰੀ ਨਾਮੁ ਮਨਿ ਵਸਾਵਏ ॥

જે હંમેશા તારી મહિમાગાન કરે છે, તેના મનમાં નામનો નિવાસ થઈ જાય છે.

ਨਾਮੁ ਜਿਨ ਕੈ ਮਨਿ ਵਸਿਆ ਵਾਜੇ ਸਬਦ ਘਨੇਰੇ ॥

જેના મનમાં નામ આવી વસે છે, તેના હૃદયમાં અનહદ શબ્દના વાજા વાગતા રહે છે. 

ਕਹੈ ਨਾਨਕੁ ਸਚੇ ਸਾਹਿਬ ਕਿਆ ਨਾਹੀ ਘਰਿ ਤੇਰੈ ॥੩॥

હે સાચા માલિક! નાનક કહે છે કે તારા ઘરમાં ભલે શું કંઈ નથી.॥૩॥

ਸਾਚਾ ਨਾਮੁ ਮੇਰਾ ਆਧਾਰੋ ॥

પ્રભુનું સાચું નામ જ મારો આધાર છે. 

ਸਾਚੁ ਨਾਮੁ ਅਧਾਰੁ ਮੇਰਾ ਜਿਨਿ ਭੁਖਾ ਸਭਿ ਗਵਾਈਆ ॥

તેનું સાચું નામ જ મારો આધાર છે, જેને દરેક પ્રકારની ભૂખ મટાડી દીધી છે. 

ਕਰਿ ਸਾਂਤਿ ਸੁਖ ਮਨਿ ਆਇ ਵਸਿਆ ਜਿਨਿ ਇਛਾ ਸਭਿ ਪੁਜਾਈਆ ॥

જે નામે મારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરી દીધી છે, તે સુખ શાંતિ કરીને મારા મનમાં આવી વસ્યો છે. 

ਸਦਾ ਕੁਰਬਾਣੁ ਕੀਤਾ ਗੁਰੂ ਵਿਟਹੁ ਜਿਸ ਦੀਆ ਏਹਿ ਵਡਿਆਈਆ ॥

હું તે ગુરુ પર હંમેશા બલિહાર જાવ છું, જેને આ મોટાઈ આપી છે.

ਕਹੈ ਨਾਨਕੁ ਸੁਣਹੁ ਸੰਤਹੁ ਸਬਦਿ ਧਰਹੁ ਪਿਆਰੋ ॥

હે સંતજનો! નાનક કહે છે કે થોડું ધ્યાનપૂર્વક સાંભળ; ગુરુ-શબ્દથી પ્રેમ કર. 

ਸਾਚਾ ਨਾਮੁ ਮੇਰਾ ਆਧਾਰੋ ॥੪॥

પ્રભુનું સાચું નામ જ મારો જીવન આધાર છે ॥૪॥

ਵਾਜੇ ਪੰਚ ਸਬਦ ਤਿਤੁ ਘਰਿ ਸਭਾਗੈ ॥

તે ભાગ્યશાળી હૃદય-ઘરમાં રબાબ, પખાવજ, તાજ, ઝાંઝર તેમજ શંખ – પાંચ પ્રકારના અવાજવાળા અનહદ શબ્દ વાગે છે. 

ਘਰਿ ਸਭਾਗੈ ਸਬਦ ਵਾਜੇ ਕਲਾ ਜਿਤੁ ਘਰਿ ਧਾਰੀਆ ॥

તે ભાગ્યવાન હૃદય-ઘરમાં પાંચ શબ્દ વાગે છે, જે ઘરમાં પરમાત્માએ પોતાની શક્તિ રાખેલી છે. 

ਪੰਚ ਦੂਤ ਤੁਧੁ ਵਸਿ ਕੀਤੇ ਕਾਲੁ ਕੰਟਕੁ ਮਾਰਿਆ ॥

હે પરમેશ્વર! તે કામાદિક પાંચ દૂતોને વશીભૂત કરીને ભયાનક કાળને પણમારી દીધો છે. 

ਧੁਰਿ ਕਰਮਿ ਪਾਇਆ ਤੁਧੁ ਜਿਨ ਕਉ ਸਿ ਨਾਮਿ ਹਰਿ ਕੈ ਲਾਗੇ ॥

પ્રભુના નામમાં તે જ જીવ લાગ્યો છે, જેના નસીબમાં આરંભથી જ આવું લખ્યું છે.

ਕਹੈ ਨਾਨਕੁ ਤਹ ਸੁਖੁ ਹੋਆ ਤਿਤੁ ਘਰਿ ਅਨਹਦ ਵਾਜੇ ॥੫॥

નાનક કહે છે કે હૃદય-ઘરમાં અનહદ શબ્દ વાગી રહ્યા છે ત્યાં સુખ પ્રાપ્ત થઈ ગયું છે ॥૫॥ 

ਸਾਚੀ ਲਿਵੈ ਬਿਨੁ ਦੇਹ ਨਿਮਾਣੀ ॥

પ્રભુથી સાચી લગન વગર આ શરીર તુચ્છ છે.

ਦੇਹ ਨਿਮਾਣੀ ਲਿਵੈ ਬਾਝਹੁ ਕਿਆ ਕਰੇ ਵੇਚਾਰੀਆ ॥

સાચી લગન વગર બિચારું તુચ્છ શરીર શું કરી શકે છે? 

ਤੁਧੁ ਬਾਝੁ ਸਮਰਥ ਕੋਇ ਨਾਹੀ ਕ੍ਰਿਪਾ ਕਰਿ ਬਨਵਾਰੀਆ ॥

હે બનવારી! તારા સિવાય બીજું કોઈ સમર્થ નથી, પોતાની કૃપા કર. 

ਏਸ ਨਉ ਹੋਰੁ ਥਾਉ ਨਾਹੀ ਸਬਦਿ ਲਾਗਿ ਸਵਾਰੀਆ ॥

આ શરીરને બીજું કોઈ સ્થાન નથી, શબ્દોમાં લાગીને જ આનો સુધારો થઈ શકે છે. 

ਕਹੈ ਨਾਨਕੁ ਲਿਵੈ ਬਾਝਹੁ ਕਿਆ ਕਰੇ ਵੇਚਾਰੀਆ ॥੬॥

નાનક કહે છે કે પ્રભુથી લગન વગર આ બીચારું શરીર શું કરી શકે છે ॥૬॥ 

ਆਨੰਦੁ ਆਨੰਦੁ ਸਭੁ ਕੋ ਕਹੈ ਆਨੰਦੁ ਗੁਰੂ ਤੇ ਜਾਣਿਆ ॥

દરેક કોઈ આનંદ આનંદની વાત કહે છે પરંતુ સાચો આનંદ ગુરુથી જાણી લીધો છે. 

ਜਾਣਿਆ ਆਨੰਦੁ ਸਦਾ ਗੁਰ ਤੇ ਕ੍ਰਿਪਾ ਕਰੇ ਪਿਆਰਿਆ ॥

સાચો આનંદ ગુરુથી જાણી લીધો છે, જે હંમેશા જ પોતાના સેવકો પર કૃપા કરે છે.

ਕਰਿ ਕਿਰਪਾ ਕਿਲਵਿਖ ਕਟੇ ਗਿਆਨ ਅੰਜਨੁ ਸਾਰਿਆ ॥

ગુરૂ કૃપા કરીને બધા પાપ નાશ કરી દે છે અને આંખોમાં જ્ઞાનનો સુરમો નાખી દે છે. 

ਅੰਦਰਹੁ ਜਿਨ ਕਾ ਮੋਹੁ ਤੁਟਾ ਤਿਨ ਕਾ ਸਬਦੁ ਸਚੈ ਸਵਾਰਿਆ ॥

જેનો અંતરમનથી મોહ તૂટી ગયો છે, સાચા પ્રભુએ શબ્દ દ્વારા તેનું જીવન સુંદર બનાવી દીધું છે. 

ਕਹੈ ਨਾਨਕੁ ਏਹੁ ਅਨੰਦੁ ਹੈ ਆਨੰਦੁ ਗੁਰ ਤੇ ਜਾਣਿਆ ॥੭॥

નાનક કહે છે કે આ જ સાચો આનંદ છે, જે આનંદની જાણકારી ગુરુથી મેળવી છે ॥૭॥

error: Content is protected !!