ਗੂਜਰੀ ਮਹਲਾ ੩ ਤੀਜਾ ॥
ગુજરી મહેલ ૩ ત્રીજો॥
ਏਕੋ ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਪੰਡਿਤ ਸੁਣਿ ਸਿਖੁ ਸਚੁ ਸੋਈ ॥
હે પંડિત! થોડું ધ્યાનથી સાંભળ એક ઈશ્વરનું નામ જ અક્ષય ખજાનો છે તેને જ સત્ય સમજીને શીખ
ਦੂਜੈ ਭਾਇ ਜੇਤਾ ਪੜਹਿ ਪੜਤ ਗੁਣਤ ਸਦਾ ਦੁਖੁ ਹੋਈ ॥੧॥
જે કંઈ પણ તું દ્વૈતભાવ દ્વારા વાંચે છે આવી રીતે વાંચવા તેમજ વિચાર કરવાથી તને હંમેશા દુઃખ મળે છે ॥૧॥
ਹਰਿ ਚਰਣੀ ਤੂੰ ਲਾਗਿ ਰਹੁ ਗੁਰ ਸਬਦਿ ਸੋਝੀ ਹੋਈ ॥
તું હરિના ચરણોથી લાગેલો રહે ગુરુના શબ્દ દ્વારા તને સમજ મળી જશે
ਹਰਿ ਰਸੁ ਰਸਨਾ ਚਾਖੁ ਤੂੰ ਤਾਂ ਮਨੁ ਨਿਰਮਲੁ ਹੋਈ ॥੧॥ ਰਹਾਉ ॥
પોતાની જીભથી તું હરિ-રસનું સેવન કર તારું મન નિર્મળ થઈ જશે ॥૧॥વિરામ॥
ਸਤਿਗੁਰ ਮਿਲਿਐ ਮਨੁ ਸੰਤੋਖੀਐ ਤਾ ਫਿਰਿ ਤ੍ਰਿਸਨਾ ਭੂਖ ਨ ਹੋਇ ॥
સદ્દગુરુને મળવાથી મન સંતોષી થઈ જાય છે અને પછી તરસ અને ભૂખ હેરાન કરતી નથી
ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਪਾਇਆ ਪਰ ਘਰਿ ਜਾਇ ਨ ਕੋਇ ॥੨॥
નામ ના ખજાનાને પ્રાપ્ત કરીને કોઈ પણ મનુષ્ય પારકાં ઘરમાં જતો નથી ॥૨॥
ਕਥਨੀ ਬਦਨੀ ਜੇ ਕਰੇ ਮਨਮੁਖਿ ਬੂਝ ਨ ਹੋਇ ॥
જો મનમુખ પોતાના મુખ દ્વારા માત્ર વાતો જ કરતો રહે તો તેને નામ-ધનની સમજ હોતી નથી
ਗੁਰਮਤੀ ਘਟਿ ਚਾਨਣਾ ਹਰਿ ਨਾਮੁ ਪਾਵੈ ਸੋਇ ॥੩॥
ગુરુની બુદ્ધિ દ્વારા જેના હદયમાં જ્ઞાન રૂપી આલોક થઈ જાય છે તે હરિ-નામને પ્રાપ્ત કરી લે છે ॥૩॥
ਸੁਣਿ ਸਾਸਤ੍ਰ ਤੂੰ ਨ ਬੁਝਹੀ ਤਾ ਫਿਰਹਿ ਬਾਰੋ ਬਾਰ ॥
તું શાસ્ત્રોને સાંભળીને પણ નામ-ધનને સમજતો નથી એટલે વારંવાર આમ-તેમ ભટકતો રહે છે
ਸੋ ਮੂਰਖੁ ਜੋ ਆਪੁ ਨ ਪਛਾਣਈ ਸਚਿ ਨ ਧਰੇ ਪਿਆਰੁ ॥੪॥
તે મનુષ્ય મૂર્ખ છે જે પોતાના આત્મસ્વરૂપને ઓળખતો નથી અને સત્યથી પ્રેમ કરતો નથી ॥૪॥
ਸਚੈ ਜਗਤੁ ਡਹਕਾਇਆ ਕਹਣਾ ਕਛੂ ਨ ਜਾਇ ॥
સત્યસ્વરૂપ પ્રભુએ આ જગતને ગેરમાર્ગે દોર્યું છે અને મનુષ્યનું એમાં કંઈ કહેવાનું સાહસ નથી
ਨਾਨਕ ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋ ਕਰੇ ਜਿਉ ਤਿਸ ਕੀ ਰਜਾਇ ॥੫॥੭॥੯॥
હે નાનક! જે કાંઈ પરમાત્માને મંજુર છે પોતાની ઇચ્છાનુસાર તે જ બધું કરે છે ॥૫॥૭॥૬॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਰਾਗੁ ਗੂਜਰੀ ਮਹਲਾ ੪ ਚਉਪਦੇ ਘਰੁ ੧ ॥
રાગ ગુજરી મહેલ ૪ ચારપદ ઘર ૧॥
ਹਰਿ ਕੇ ਜਨ ਸਤਿਗੁਰ ਸਤ ਪੁਰਖਾ ਹਉ ਬਿਨਉ ਕਰਉ ਗੁਰ ਪਾਸਿ ॥
હે પરમાત્મા સ્વરૂપ! હે સદ્દગુરુ સદપુરૂષજી મારી તમને એ જ વિનંતી છે કે
ਹਮ ਕੀਰੇ ਕਿਰਮ ਸਤਿਗੁਰ ਸਰਣਾਈ ਕਰਿ ਦਇਆ ਨਾਮੁ ਪਰਗਾਸਿ ॥੧॥
મેં તુચ્છ જીવે તારી શરણ લીધી છે તેથી હે સદ્દગુરુજી! કૃપા કરીંઉં મારા મનમાં હરિ-નામનો પ્રકાશ કરી દ્યો ॥૧॥
ਮੇਰੇ ਮੀਤ ਗੁਰਦੇਵ ਮੋ ਕਉ ਰਾਮ ਨਾਮੁ ਪਰਗਾਸਿ ॥
હે મીત ગુરુદેવ! મારા મનમાં રામ નામનો પ્રકાશ કરી દ્યો
ਗੁਰਮਤਿ ਨਾਮੁ ਮੇਰਾ ਪ੍ਰਾਨ ਸਖਾਈ ਹਰਿ ਕੀਰਤਿ ਹਮਰੀ ਰਹਰਾਸਿ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુના ઉપદેશાનુસાર દેખાડેલ પરમાત્માનું નામ મારા પ્રાણનો મિત્ર છે અને હરિની કીર્તિ કરવી એ જ આપણી રીતિ છે ॥૧॥વિરામ॥
ਹਰਿ ਜਨ ਕੇ ਵਡਭਾਗ ਵਡੇਰੇ ਜਿਨ ਹਰਿ ਹਰਿ ਸਰਧਾ ਹਰਿ ਪਿਆਸ ॥
હરિ ભક્તો નું મોટું સૌભાગ્ય છે જેની હરિ નામમાં અતૂટ શ્રદ્ધા છે અને જેને હરિ નામ જપવાની તીવ્ર લાલચ છે
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਮਿਲੈ ਤ੍ਰਿਪਤਾਸਹਿ ਮਿਲਿ ਸੰਗਤਿ ਗੁਣ ਪਰਗਾਸਿ ॥੨॥
હરિ-પ્રભુના નામને પ્રાપ્ત કરીને તે તૃપ્ત થઈ જાય છે તથા સતસંગમાં મળવાથી તેના મનમાં હરિના ગુણોરૂપી પ્રકાશ થઈ જાય છે ॥૨॥
ਜਿਨੑ ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਰਸੁ ਨਾਮੁ ਨ ਪਾਇਆ ਤੇ ਭਾਗਹੀਣ ਜਮ ਪਾਸਿ ॥
જેમને હરિના હરિ હરિ નામ રસને નથી ચાખ્યો તે ભાગ્યહીન છે તથા યમના વશમાં ફસાયેલા રહે છે
ਜੋ ਸਤਿਗੁਰ ਸਰਣਿ ਸੰਗਤਿ ਨਹੀ ਆਏ ਧ੍ਰਿਗੁ ਜੀਵੇ ਧ੍ਰਿਗੁ ਜੀਵਾਸਿ ॥੩॥
જે મનુષ્ય સદ્દગુરુની શરણ તેમજ સંગતમાં નથી આવતો તેનાથી વિરુદ્ધ વ્યક્તિઓના જીવનને ધિક્કાર છે તથા ભવિષ્યમાં તેના જીવવા પર પણ ધિક્કાર છે ॥૩॥
ਜਿਨ ਹਰਿ ਜਨ ਸਤਿਗੁਰ ਸੰਗਤਿ ਪਾਈ ਤਿਨ ਧੁਰਿ ਮਸਤਕਿ ਲਿਖਿਆ ਲਿਖਾਸਿ ॥
જે હરિ ભક્તોને સદ્દગુરુની સંગતિ પ્રાપ્ત થઈ છે તેના માથા પર પરમાત્મા દ્વારા જન્મથી પહેલા જ આવા ભાગ્ય લખાય ગયા હોય છે
ਧੰਨੁ ਧੰਨੁ ਸਤਸੰਗਤਿ ਜਿਤੁ ਹਰਿ ਰਸੁ ਪਾਇਆ ਮਿਲਿ ਨਾਨਕ ਨਾਮੁ ਪਰਗਾਸਿ ॥੪॥੧॥
હે નાનક! તે સત્સંગી ધન્ય ધન્ય છે જ્યાં હરિરસની ઉપલબ્ધી થાય છે અને પરમાત્મા ના ભક્તોને તેના નામનું જ્ઞાન પ્રકાશ મળી જાય છે તેથી હે સદ્દગુરુજી! મને તો માત્ર પરમાત્માના નામનું જ દાન પ્રદાન કરો ॥૪॥૧॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੪ ॥
રાગ ગુજરી મહેલ ૪॥
ਗੋਵਿੰਦੁ ਗੋਵਿੰਦੁ ਪ੍ਰੀਤਮੁ ਮਨਿ ਪ੍ਰੀਤਮੁ ਮਿਲਿ ਸਤਸੰਗਤਿ ਸਬਦਿ ਮਨੁ ਮੋਹੈ ॥
દુનિયાનો માલિક ગોવિંદ મારો પ્રિયતમ છે અને મને મારો પ્રિયતમ મનમાં ખુબ પ્રિય છે સંત્સગતિમાં શબ્દ દ્વારા તે મારા મનને મોહી લે છે
ਜਪਿ ਗੋਵਿੰਦੁ ਗੋਵਿੰਦੁ ਧਿਆਈਐ ਸਭ ਕਉ ਦਾਨੁ ਦੇਇ ਪ੍ਰਭੁ ਓਹੈ ॥੧॥
ગોવિંદનું નામ જપીને ગોવિંદનું જ ધ્યાન કરતા રહેવું જોઈએ જો કે તે પ્રભુ જ બધા જીવોને દાન આપે છે ॥૧॥
ਮੇਰੇ ਭਾਈ ਜਨਾ ਮੋ ਕਉ ਗੋਵਿੰਦੁ ਗੋਵਿੰਦੁ ਗੋਵਿੰਦੁ ਮਨੁ ਮੋਹੈ ॥
હે મારા ભક્તજનો ભાઈઓ! ગોવિંદ-ગોવિંદ નામ જપવાથી ગોવિંદ મારા મનને મોહી લે છે
ਗੋਵਿੰਦ ਗੋਵਿੰਦ ਗੋਵਿੰਦ ਗੁਣ ਗਾਵਾ ਮਿਲਿ ਗੁਰ ਸਾਧਸੰਗਤਿ ਜਨੁ ਸੋਹੈ ॥੧॥ ਰਹਾਉ ॥
હું ગોવિંદ ગોવિંદ કહીને ગોવિંદના ગુણ ગાન કરતો રહું છું ગુરુને મળીને સાધુસંગતિમાં હું તારો ભક્ત ખુબ સુંદર લાગુ છું ॥૧॥વિરામ॥
ਸੁਖ ਸਾਗਰ ਹਰਿ ਭਗਤਿ ਹੈ ਗੁਰਮਤਿ ਕਉਲਾ ਰਿਧਿ ਸਿਧਿ ਲਾਗੈ ਪਗਿ ਓਹੈ ॥
હરિની ભક્તિ સુખોનો સાગર છે ગુરુના ઉપદેશ દ્વારા લક્ષમી, રિદ્ધિ-સિદ્ધિઓ તેના ચરણોમાં આવી લાગે છે
ਜਨ ਕਉ ਰਾਮ ਨਾਮੁ ਆਧਾਰਾ ਹਰਿ ਨਾਮੁ ਜਪਤ ਹਰਿ ਨਾਮੇ ਸੋਹੈ ॥੨॥
રામનું નામ તેના સેવકના જીવનનો આધાર છે તે હરિનું નામ જપતો રહે છે અને હરિ-નામથી જ સુંદર લાગે છે ॥૨॥