Gujarati Page 493

ਦੁਰਮਤਿ ਭਾਗਹੀਨ ਮਤਿ ਫੀਕੇ ਨਾਮੁ ਸੁਨਤ ਆਵੈ ਮਨਿ ਰੋਹੈ ॥
દુર્બુદ્ધિ,ભાગ્યહીન,તથા તુચ્છ બુદ્ધિ વાળા લોકોને પ્રભુનું નામ સાંભળીને જ મનમાં ક્રોધ આવી જાય છે

ਕਊਆ ਕਾਗ ਕਉ ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਪਾਈਐ ਤ੍ਰਿਪਤੈ ਵਿਸਟਾ ਖਾਇ ਮੁਖਿ ਗੋਹੈ ॥੩॥
કાગડાની સામે ભલે સ્વાદિષ્ટ ભોજન રાખી દઈએ તો પણ તે પોતાના મોં થી એઠવાડ અને ગોબર ખાઈને જ તૃપ્ત થાય છે ॥૩॥

ਅੰਮ੍ਰਿਤ ਸਰੁ ਸਤਿਗੁਰੁ ਸਤਿਵਾਦੀ ਜਿਤੁ ਨਾਤੈ ਕਊਆ ਹੰਸੁ ਹੋਹੈ ॥
સત્યવાદી સદ્દગુરુજી અમૃતનું સરોવર છે જેમાં સ્નાન કરવાથી કાગડો પણ હંસ બની જાય છે

ਨਾਨਕ ਧਨੁ ਧੰਨੁ ਵਡੇ ਵਡਭਾਗੀ ਜਿਨੑ ਗੁਰਮਤਿ ਨਾਮੁ ਰਿਦੈ ਮਲੁ ਧੋਹੈ ॥੪॥੨॥
હે નાનક! તે મનુષ્ય ધન્ય-ધન્ય તેમજ ખુબ ભાગ્યવાન છે જે પોતાના મનની ગંદકીને ગુરુના ઉપદેશાનુસાર પ્રભુ-નામથી ધોઈ નાખે છે ॥૪॥૨॥

ਗੂਜਰੀ ਮਹਲਾ ੪ ॥
રાગ ગુજરી મહેલ ॥૪॥

ਹਰਿ ਜਨ ਊਤਮ ਊਤਮ ਬਾਣੀ ਮੁਖਿ ਬੋਲਹਿ ਪਰਉਪਕਾਰੇ ॥
હરિ ભક્તો ઉત્તમ છે તેની વાણી ખુબ ઉત્તમ હોય છે તથા તે પોતાના સુખથી પરોપકાર માટે જ વાણી બોલે છે

ਜੋ ਜਨੁ ਸੁਣੈ ਸਰਧਾ ਭਗਤਿ ਸੇਤੀ ਕਰਿ ਕਿਰਪਾ ਹਰਿ ਨਿਸਤਾਰੇ ॥੧॥
જે લોકો શ્રદ્ધા તેમજ ભક્તિ-ભાવથી તેની વાણી સાંભળે છે, હરિ કૃપા કરીને તેની મુક્તિ કરે દે છે ॥૧॥

ਰਾਮ ਮੋ ਕਉ ਹਰਿ ਜਨ ਮੇਲਿ ਪਿਆਰੇ ॥
હે રામ! મને વહાલા ભક્તો ની સંગત થી મેળવી દો

ਮੇਰੇ ਪ੍ਰੀਤਮ ਪ੍ਰਾਨ ਸਤਿਗੁਰੁ ਗੁਰੁ ਪੂਰਾ ਹਮ ਪਾਪੀ ਗੁਰਿ ਨਿਸਤਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥
સંપૂર્ણ ગુરુ સદ્દગુરુ મને પોતાના પ્રાણથી પણ પ્રિય છે ગુરુદેવ એ મને પાપીને પણ મોક્ષ પ્રદાન કર્યું છે ॥૧॥વિરામ॥

ਗੁਰਮੁਖਿ ਵਡਭਾਗੀ ਵਡਭਾਗੇ ਜਿਨ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਅਧਾਰੇ ॥
ગુરુમુખ ખૂબ ભાગ્યશાળી છે અને ખૂબ ભાગ્યવાન પણ હરિ નામ જ જેના જીવનનો આધાર બની ગયું છે

ਹਰਿ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਰਸੁ ਪਾਵਹਿ ਗੁਰਮਤਿ ਭਗਤਿ ਭੰਡਾਰੇ ॥੨॥
તે હરિનામ અમૃત તેમજ હરિ રસનું સેવન કરે છે તથા ગુરુ ઉપદેશ દ્વારા તેની ભક્તિના ભંડાર ભરેલા રહે છે ॥૨॥

ਜਿਨ ਦਰਸਨੁ ਸਤਿਗੁਰ ਸਤ ਪੁਰਖ ਨ ਪਾਇਆ ਤੇ ਭਾਗਹੀਣ ਜਮਿ ਮਾਰੇ ॥
પરંતુ જેમણે સત્પુરુષ સદગુરુના દર્શન પ્રાપ્ત કર્યા નથી તે ભાગ્યહીન છે તથા તેમને યમદૂત નષ્ટ કરી દે છે

ਸੇ ਕੂਕਰ ਸੂਕਰ ਗਰਧਭ ਪਵਹਿ ਗਰਭ ਜੋਨੀ ਦਯਿ ਮਾਰੇ ਮਹਾ ਹਤਿਆਰੇ ॥੩॥
આવા મનુષ્ય કુતરા, ભૂંડ, અથવા ગધેડા જેવા ગર્ભ-યોનીઓના જન્મ-મરણ ચક્રમાં પડ્યા રહે છે તથા તે મહા હત્યારાઓને પ્રભુ મારી દે છે ॥૩॥

ਦੀਨ ਦਇਆਲ ਹੋਹੁ ਜਨ ਊਪਰਿ ਕਰਿ ਕਿਰਪਾ ਲੇਹੁ ਉਬਾਰੇ ॥
હે દિન દયાળુ! પોતાના સેવકો ઉપર દયા કરો અને પોતાની કૃપા-દ્રષ્ટિ કરીને તેમનો ઉદ્ધાર કરો

ਨਾਨਕ ਜਨ ਹਰਿ ਕੀ ਸਰਣਾਈ ਹਰਿ ਭਾਵੈ ਹਰਿ ਨਿਸਤਾਰੇ ॥੪॥੩॥
નાનકે હરિની શરણ લીધી છે જ્યારે હરિને યોગ્ય લાગશે તો તે તેનો ઉદ્ધાર કરશે ॥૪॥૩॥

ਗੂਜਰੀ ਮਹਲਾ ੪ ॥
ગુજરી મહેલ ૪॥

ਹੋਹੁ ਦਇਆਲ ਮੇਰਾ ਮਨੁ ਲਾਵਹੁ ਹਉ ਅਨਦਿਨੁ ਰਾਮ ਨਾਮੁ ਨਿਤ ਧਿਆਈ ॥
હે રામ! મારા પર દયાળુ થઈ જાઓ અને મારુ મન ભક્તિમાં લગાવી દો જો હું હંમેશા જ તારા નામનું ધ્યાન ધરું છું

ਸਭਿ ਸੁਖ ਸਭਿ ਗੁਣ ਸਭਿ ਨਿਧਾਨ ਹਰਿ ਜਿਤੁ ਜਪਿਐ ਦੁਖ ਭੁਖ ਸਭ ਲਹਿ ਜਾਈ ॥੧॥
પરમાત્મા બધા સુખ, બધા ગુણ તેમજ બધી નિધિઓનો ભંડાર છે જેનું નામ જપવાથી જ બધા દુઃખ તેમજ ભૂખ મટી જાય છે ॥૧॥

ਮਨ ਮੇਰੇ ਮੇਰਾ ਰਾਮ ਨਾਮੁ ਸਖਾ ਹਰਿ ਭਾਈ ॥
હે ભાઈ! રામનું નામ મારો મિત્ર તેમજ ભાઈ છે

ਗੁਰਮਤਿ ਰਾਮ ਨਾਮੁ ਜਸੁ ਗਾਵਾ ਅੰਤਿ ਬੇਲੀ ਦਰਗਹ ਲਏ ਛਡਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુની બુદ્ધિ દ્વારા હું રામનામનું યશ ગાતો રહું છું અંતિમ સમયે આ મારો સાથે હશે અને પ્રભુ દરબારમાં મને છોડાવી લેશે ॥૧॥વિરામ॥

ਤੂੰ ਆਪੇ ਦਾਤਾ ਪ੍ਰਭੁ ਅੰਤਰਜਾਮੀ ਕਰਿ ਕਿਰਪਾ ਲੋਚ ਮੇਰੈ ਮਨਿ ਲਾਈ ॥
હે પ્રભુ! તું પોતે જ દાતા અને અંતર્યામી છે પોતે જ કૃપા કરીને મારા મનમાં મેળાપની તીવ્ર ઈચ્છા લગાડેલી છે

ਮੈ ਮਨਿ ਤਨਿ ਲੋਚ ਲਗੀ ਹਰਿ ਸੇਤੀ ਪ੍ਰਭਿ ਲੋਚ ਪੂਰੀ ਸਤਿਗੁਰ ਸਰਣਾਈ ॥੨॥
હવે મારા મનમાં તેમજ શરીરમાં હરિ માટે તીવ્ર લાલચ લાગેલી છે પ્રભુએ મને સદ્દગુરુની શરણમાં નાખીને મારી લાલચ પુરી કરી દીધી છે ॥૨॥

ਮਾਣਸ ਜਨਮੁ ਪੁੰਨਿ ਕਰਿ ਪਾਇਆ ਬਿਨੁ ਨਾਵੈ ਧ੍ਰਿਗੁ ਧ੍ਰਿਗੁ ਬਿਰਥਾ ਜਾਈ ॥
અમૂલ્ય મનુષ્ય જન્મ પુણ્ય કરવાથી જ પ્રાપ્ત થાય છે પ્રભુ-નામ વગર આ ધિક્કાર્યોગ્ર્ય છે તથા વ્યર્થ જ જાય છે

ਨਾਮ ਬਿਨਾ ਰਸ ਕਸ ਦੁਖੁ ਖਾਵੈ ਮੁਖੁ ਫੀਕਾ ਥੁਕ ਥੂਕ ਮੁਖਿ ਪਾਈ ॥੩॥
પ્રભુનામ વગર વિભિન્ન પ્રકારના સ્વાદિષ્ટ પ્રકાર પણ દુઃખ રૂપ છે તેનું મુખ નીરસ જ રહે છે અને તેના મોઢા પર થુક જ પડે છે ॥૩॥

ਜੋ ਜਨ ਹਰਿ ਪ੍ਰਭ ਹਰਿ ਹਰਿ ਸਰਣਾ ਤਿਨ ਦਰਗਹ ਹਰਿ ਹਰਿ ਦੇ ਵਡਿਆਈ ॥
જે લોકો હરિ પ્રભુ ની શરણ લે છે તેને હરિ પોતાના દરબારમાં માન-સન્માન આપે છે

ਧੰਨੁ ਧੰਨੁ ਸਾਬਾਸਿ ਕਹੈ ਪ੍ਰਭੁ ਜਨ ਕਉ ਜਨ ਨਾਨਕ ਮੇਲਿ ਲਏ ਗਲਿ ਲਾਈ ॥੪॥੪॥
હે નાનક! પોતાના સેવકને પ્રભુ ધન્ય-ધન્ય તેમજ શાબાશી આપે છે તે તેને ગળે લગાવી દે છે અને પોતાની સાથે મેળવી લે છે ॥૪॥૪॥

ਗੂਜਰੀ ਮਹਲਾ ੪ ॥
ગુજરી મહેલ ૪॥

ਗੁਰਮੁਖਿ ਸਖੀ ਸਹੇਲੀ ਮੇਰੀ ਮੋ ਕਉ ਦੇਵਹੁ ਦਾਨੁ ਹਰਿ ਪ੍ਰਾਨ ਜੀਵਾਇਆ ॥
હે ગુરુમુખી સખી બહેનપણીઓ! મને હરિ નામનું દાન આપો જે મારા પ્રાણનું જીવન છે

ਹਮ ਹੋਵਹ ਲਾਲੇ ਗੋਲੇ ਗੁਰਸਿਖਾ ਕੇ ਜਿਨੑਾ ਅਨਦਿਨੁ ਹਰਿ ਪ੍ਰਭੁ ਪੁਰਖੁ ਧਿਆਇਆ ॥੧॥
હું તે ગુરુશીખોનો સેવ તેમજ દાસ છું જે રાત-દિવસ હરિ-પ્રભુનું જ ધ્યાન કરતા રહે છે ॥૧॥

ਮੇਰੈ ਮਨਿ ਤਨਿ ਬਿਰਹੁ ਗੁਰਸਿਖ ਪਗ ਲਾਇਆ ॥
પ્રભુએ મારા મનમાં તેમજ શરીર માં ગુરુશિખોના ચરણો માટે પ્રેમ ઉત્પન્ન કરી દીધો છે

ਮੇਰੇ ਪ੍ਰਾਨ ਸਖਾ ਗੁਰ ਕੇ ਸਿਖ ਭਾਈ ਮੋ ਕਉ ਕਰਹੁ ਉਪਦੇਸੁ ਹਰਿ ਮਿਲੈ ਮਿਲਾਇਆ ॥੧॥ ਰਹਾਉ ॥
હે ગુરુના શીખો! તું મારો પ્રાણ, મારો મિત્ર, તેમજ મારો ભાઈ છે મને ઉપદેશ આપો જો કે તમારું મેળવેલું હું પ્રભુથી મળી શકું છું ॥૧॥વિરામ॥

error: Content is protected !!