GUJARATI PAGE 1009

ਹਰਿ ਪੜੀਐ ਹਰਿ ਬੁਝੀਐ ਗੁਰਮਤੀ ਨਾਮਿ ਉਧਾਰਾ ॥
પ્રભુનો પાઠ કરો, તેને જ સમજો, ગુરુના મત અનુસાર હરિ-નામનો જાપ કરવાથી જ ઉદ્ધાર થાય છે  

ਗੁਰਿ ਪੂਰੈ ਪੂਰੀ ਮਤਿ ਹੈ ਪੂਰੈ ਸਬਦਿ ਬੀਚਾਰਾ ॥
સંપૂર્ણ ગુરુનો ઉપદેશ સંપૂર્ણ છે જે સંપૂર્ણ શબ્દનું ચિંતન કરે છે

ਅਠਸਠਿ ਤੀਰਥ ਹਰਿ ਨਾਮੁ ਹੈ ਕਿਲਵਿਖ ਕਾਟਣਹਾਰਾ ॥੨॥
કારણ કે હરિ-નામ જ અડસઠ તીર્થનું સ્નાન છે જે બધા પાપને કાપવાવાળું છે  ॥૨॥

ਜਲੁ ਬਿਲੋਵੈ ਜਲੁ ਮਥੈ ਤਤੁ ਲੋੜੈ ਅੰਧੁ ਅਗਿਆਨਾ ॥
આંધળો અજ્ઞાની જીવ માખણની લાલચ કરે છે પરંતુ તે પાણી વલોવે છે અને પાણીનું જ મંથન કરતો રહે છે

ਗੁਰਮਤੀ ਦਧਿ ਮਥੀਐ ਅੰਮ੍ਰਿਤੁ ਪਾਈਐ ਨਾਮੁ ਨਿਧਾਨਾ ॥
જો ગુરુના ઉપદેશ રૂપી દહીંનું મંથન કરવામાં આવે તો સુખોની નિધિ નામ અમૃત પ્રાપ્ત થાય છે

ਮਨਮੁਖ ਤਤੁ ਨ ਜਾਣਨੀ ਪਸੂ ਮਾਹਿ ਸਮਾਨਾ ॥੩॥
મનમુખી જીવ પશુ સમાન છે જે નામ-તત્વથી અજાણ છે ॥૩॥

ਹਉਮੈ ਮੇਰਾ ਮਰੀ ਮਰੁ ਮਰਿ ਜੰਮੈ ਵਾਰੋ ਵਾਰ ॥
અહમમાં લીન રહેવાવાળો જન્મ-મરણના ચક્રમાં ફસાયેલો રહે છે

ਗੁਰ ਕੈ ਸਬਦੇ ਜੇ ਮਰੈ ਫਿਰਿ ਮਰੈ ਨ ਦੂਜੀ ਵਾਰ ॥
જો ગુરુના શબ્દ દ્વારા મરે તો તેની મુક્તિ થઈ જાય છે

ਗੁਰਮਤੀ ਜਗਜੀਵਨੁ ਮਨਿ ਵਸੈ ਸਭਿ ਕੁਲ ਉਧਾਰਣਹਾਰ ॥੪॥
જો ગુરુના મત અનુસાર જગના જીવન પરમાત્મા મનમાં નિવાસ કરી જાય તો આખી વંશાવલી ઉદ્ધાર થઈ જાય છે  ॥૪॥

ਸਚਾ ਵਖਰੁ ਨਾਮੁ ਹੈ ਸਚਾ ਵਾਪਾਰਾ ॥
પ્રભુનું નામ જ સાચો સોદો છે અને આ સોદાનો વ્યાપાર જ સાચો છે

ਲਾਹਾ ਨਾਮੁ ਸੰਸਾਰਿ ਹੈ ਗੁਰਮਤੀ ਵੀਚਾਰਾ ॥
સંસારમાં પ્રભુનું નામ-સ્મરણ જ સાચો લાભ છે પરંતુ આ તથ્યનું જ્ઞાન ગુરુના મત અનુસાર જ થાય છે

ਦੂਜੈ ਭਾਇ ਕਾਰ ਕਮਾਵਣੀ ਨਿਤ ਤੋਟਾ ਸੈਸਾਰਾ ॥੫॥
દ્વૈતભાવમાં કોઈ કાર્ય કરવાથી સંસારમાં નિરંતર નુકશાન જ થાય છે  ॥૫॥

ਸਾਚੀ ਸੰਗਤਿ ਥਾਨੁ ਸਚੁ ਸਚੇ ਘਰ ਬਾਰਾ ॥ ਸਚਾ ਭੋਜਨੁ ਭਾਉ ਸਚੁ ਸਚੁ ਨਾਮੁ ਅਧਾਰਾ ॥
જે વ્યક્તિ સારી સંગત, પવિત્ર સ્થાન તેમજ સાચા ઘર-બારમા રહે છે ત્યાં તે હરિ-નામ સાચું ભોજન જ ગ્રહણ કરે છે, સત્યમાં જ આસ્થા રાખે છે અને સત્ય નામ જ તેનો જીવન આધાર હોય છે

ਸਚੀ ਬਾਣੀ ਸੰਤੋਖਿਆ ਸਚਾ ਸਬਦੁ ਵੀਚਾਰਾ ॥੬॥
સાચી વાણી દ્વારા જ તેને સંતોષ પ્રાપ્ત થાય છે અને તે સાચા શબ્દનું ચિંતન કરતો રહે છે  ॥૬॥

ਰਸ ਭੋਗਣ ਪਾਤਿਸਾਹੀਆ ਦੁਖ ਸੁਖ ਸੰਘਾਰਾ ॥
રાજ શાસનના ઐશ્વર્ય-સુખ ભોગવાથી પણ દુઃખ-સુખે જીવને નષ્ટ કરી દીધા છે

ਮੋਟਾ ਨਾਉ ਧਰਾਈਐ ਗਲਿ ਅਉਗਣ ਭਾਰਾ ॥
મોટું નામ રાખવાથી મનુષ્યના ગળામાં અવગુણોનો ભારી પથ્થર પડી જાય છે

ਮਾਣਸ ਦਾਤਿ ਨ ਹੋਵਈ ਤੂ ਦਾਤਾ ਸਾਰਾ ॥੭॥
હે પ્રભુ! મનુષ્ય શું  આપી શકે છે માત્ર તું જ સંસારને આપનાર છે  ॥૭॥

ਅਗਮ ਅਗੋਚਰੁ ਤੂ ਧਣੀ ਅਵਿਗਤੁ ਅਪਾਰਾ ॥
હે માલિક! તું અગમ્ય, અગોચર, અનશ્વર તેમજ અપાર છે

ਗੁਰ ਸਬਦੀ ਦਰੁ ਜੋਈਐ ਮੁਕਤੇ ਭੰਡਾਰਾ ॥
જો શબ્દ-ગુરુ દ્વારા તારા દરવાજાની શોધ કરવામાં આવે તો મુક્તિનો ભંડાર પ્રાપ્ત થાય જાય છે

ਨਾਨਕ ਮੇਲੁ ਨ ਚੂਕਈ ਸਾਚੇ ਵਾਪਾਰਾ ॥੮॥੧॥
હે નાનક! સાચો વ્યાપાર કરવાથી મેળાપ ક્યારેય તૂટતો નથી  ॥૮॥૧॥

ਮਾਰੂ ਮਹਲਾ ੧ ॥
મારુ મહેલ ૯॥

ਬਿਖੁ ਬੋਹਿਥਾ ਲਾਦਿਆ ਦੀਆ ਸਮੁੰਦ ਮੰਝਾਰਿ ॥
વિકારોનું જહાજ લાદીને સંસાર-સમુદ્રમાં ઉતારી દીધું છે

ਕੰਧੀ ਦਿਸਿ ਨ ਆਵਈ ਨਾ ਉਰਵਾਰੁ ਨ ਪਾਰੁ ॥
આ સંસાર-સમુદ્રનો કોઈ કિનારો નજર આવતો નથી અને ન તો કોઈ આર-પાર છે

ਵੰਝੀ ਹਾਥਿ ਨ ਖੇਵਟੂ ਜਲੁ ਸਾਗਰੁ ਅਸਰਾਲੁ ॥੧॥
હાથમાં ન તો કોઈ ચપ્પુ છે અને ન તો કોઈ ચલાવવાવાળું હલેસું છે અને આ સમુદ્રનું પાણી ખુબ ભયાનક છે  ॥૧॥

ਬਾਬਾ ਜਗੁ ਫਾਥਾ ਮਹਾ ਜਾਲਿ ॥
હે બાબા! આ જગત મહાજાળમાં ફસાયેલ છે

ਗੁਰ ਪਰਸਾਦੀ ਉਬਰੇ ਸਚਾ ਨਾਮੁ ਸਮਾਲਿ ॥੧॥ ਰਹਾਉ ॥
જો શાશ્વત હરિનામનું સ્મરણ કરે તો ગુરુ કૃપાથી આ નીકળી શકે છે  ॥૧॥વિરામ॥

ਸਤਿਗੁਰੂ ਹੈ ਬੋਹਿਥਾ ਸਬਦਿ ਲੰਘਾਵਣਹਾਰੁ ॥
સદ્દગુરુ જહાજ છે શબ્દ-ગુરુ પાર કરાવનાર છે

ਤਿਥੈ ਪਵਣੁ ਨ ਪਾਵਕੋ ਨਾ ਜਲੁ ਨਾ ਆਕਾਰੁ ॥
આ જહાજમાં પવન, અગ્નિ, પાણી નથી અને ન તો કોઈ આકાર છે

ਤਿਥੈ ਸਚਾ ਸਚਿ ਨਾਇ ਭਵਜਲ ਤਾਰਣਹਾਰੁ ॥੨॥
ત્યાં શાશ્વત હરિ-નામ જ સંસાર સમુદ્રથી પાર કરાવવાવાળું છે  ॥૨॥

ਗੁਰਮੁਖਿ ਲੰਘੇ ਸੇ ਪਾਰਿ ਪਏ ਸਚੇ ਸਿਉ ਲਿਵ ਲਾਇ ॥
ગુરુમુખ સત્યથી લગન લગાવી પાર થઈ ગયા છે

ਆਵਾ ਗਉਣੁ ਨਿਵਾਰਿਆ ਜੋਤੀ ਜੋਤਿ ਮਿਲਾਇ ॥
તેનું જન્મ-મરણનું ચક્ર મટી ગયું છે અને તેની જ્યોતિ પરમ-જ્યોતિમાં જોડાઈ ગઈ છે

ਗੁਰਮਤੀ ਸਹਜੁ ਊਪਜੈ ਸਚੇ ਰਹੈ ਸਮਾਇ ॥੩॥
ગુરુના મત અનુસાર આધ્યાત્મિક અવસ્થા ઉત્પન્ન થાય છે અને તે સત્યમાં જ જોડાઈ રહે છે ॥૩॥

ਸਪੁ ਪਿੜਾਈ ਪਾਈਐ ਬਿਖੁ ਅੰਤਰਿ ਮਨਿ ਰੋਸੁ ॥
જો કોઈ નાગને પટારામાં નાખી દેવામાં આવે તો પણ તેની અંદર ઝેર તેમજ મનમાં ક્રોધ ભરાયેલો રહે છે

ਪੂਰਬਿ ਲਿਖਿਆ ਪਾਈਐ ਕਿਸ ਨੋ ਦੀਜੈ ਦੋਸੁ ॥
જીવ પોતાના કર્મોનું ફળ જ ભોગવે છે તેથી કોઈ બીજાને દોષ ન આપો

ਗੁਰਮੁਖਿ ਗਾਰੜੁ ਜੇ ਸੁਣੇ ਮੰਨੇ ਨਾਉ ਸੰਤੋਸੁ ॥੪॥
જો કોઈ જીવ ગુરુથી ગરુડ-મંત્ર સાંભળી લે, મનમાં નામનું મનન કરે તો તેને સંતોષ પ્રાપ્ત થઈ જાય છે  ॥૪॥

ਮਾਗਰਮਛੁ ਫਹਾਈਐ ਕੁੰਡੀ ਜਾਲੁ ਵਤਾਇ ॥
જેમ પાણીમાં જાળ અથવા કુંડીમાં માંસ લગાવીને મગરને ફસાવી લેવામાં આવે છે

ਦੁਰਮਤਿ ਫਾਥਾ ਫਾਹੀਐ ਫਿਰਿ ਫਿਰਿ ਪਛੋਤਾਇ ॥
તેમ જ દુર્બુદ્ધિને કારણે યમની ફાંસીમાં ફસાયેલો જીવ વારંવાર પસ્તાતો રહે છે

ਜੰਮਣ ਮਰਣੁ ਨ ਸੁਝਈ ਕਿਰਤੁ ਨ ਮੇਟਿਆ ਜਾਇ ॥੫॥
જીવને જન્મ-મરણના ચક્રની કોઈ સમજ હોતી નથી અને કરેલા કર્મોનું ફળ ક્યારેય મટાડી શકાતું નથી  ॥૫॥

ਹਉਮੈ ਬਿਖੁ ਪਾਇ ਜਗਤੁ ਉਪਾਇਆ ਸਬਦੁ ਵਸੈ ਬਿਖੁ ਜਾਇ ॥
પ્રભુએ અહમ રૂપી ઝેર નાખીને જગતને ઉત્પન્ન કર્યું છે પરંતુ જો મનમાં શબ્દ સ્થિત થઈ જાય તો આ ઝેર દૂર થઈ જાય છે

ਜਰਾ ਜੋਹਿ ਨ ਸਕਈ ਸਚਿ ਰਹੈ ਲਿਵ ਲਾਇ ॥
જેનું પરમ સત્યમાં ધ્યાન લાગેલું રહે છે તેને વૃદ્ધાવસ્થા પ્રભાવિત કરતી નથી

ਜੀਵਨ ਮੁਕਤੁ ਸੋ ਆਖੀਐ ਜਿਸੁ ਵਿਚਹੁ ਹਉਮੈ ਜਾਇ ॥੬॥
જીવન મુક્ત તે જ કહેવાય છે જેના મનનો અભિમાન દૂર થઈ જાય છે  ॥૬॥

error: Content is protected !!