GUJARATI PAGE 1231

ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥

ਲਾਲ ਲਾਲ ਮੋਹਨ ਗੋਪਾਲ ਤੂ ॥
હે વ્હાલા પ્રભુ! તું બધાનો પાલક છે

ਕੀਟ ਹਸਤਿ ਪਾਖਾਣ ਜੰਤ ਸਰਬ ਮੈ ਪ੍ਰਤਿਪਾਲ ਤੂ ॥੧॥ ਰਹਾਉ ॥
કીડી, હાથી, પથ્થર તેમજ જીવો વગેરે તું બધાનું પાલન પોષણ કરે છે ॥૧॥વિરામ॥

ਨਹ ਦੂਰਿ ਪੂਰਿ ਹਜੂਰਿ ਸੰਗੇ ॥
તું ક્યાંય દૂર નથી અમારી પાસે જ છે

ਸੁੰਦਰ ਰਸਾਲ ਤੂ ॥੧॥
તું સુંદર તેમજ રસીલો છે ॥૧॥

ਨਹ ਬਰਨ ਬਰਨ ਨਹ ਕੁਲਹ ਕੁਲ ॥
નાનક કહે છે કે હે પ્રભુ! વર્ણ-જાતિ તેમજ કુળ-વંશથી તું રહિત છે

ਨਾਨਕ ਪ੍ਰਭ ਕਿਰਪਾਲ ਤੂ ॥੨॥੯॥੧੩੮॥
તું કહું રહેમદિલ છે ॥૨॥૯॥૧૩૮॥

ਸਾਰੰਗ ਮਃ ੫ ॥
સારંગ મહેલ ૫॥

ਕਰਤ ਕੇਲ ਬਿਖੈ ਮੇਲ ਚੰਦ੍ਰ ਸੂਰ ਮੋਹੇ ॥
વિષયોથી જોડવાવાળી માયા રમત કરે છે તેણે સૂર્ય તેમજ ચંદ્રમાને પણ મોહિત કરેલા છે

ਉਪਜਤਾ ਬਿਕਾਰ ਦੁੰਦਰ ਨਉਪਰੀ ਝੁਨੰਤਕਾਰ ਸੁੰਦਰ ਅਨਿਗ ਭਾਉ ਕਰਤ ਫਿਰਤ ਬਿਨੁ ਗੋਪਾਲ ਧੋਹੇ ॥ ਰਹਾਉ ॥
તેની પાયલની સુંદર ઝણકારથી વિકાર ઉત્પન્ન થાય છે આ અનેક પ્રકારના હાવભાવ દેખાડે છે અને પ્રભુની અતિરિક્ત બધાને દગો આપે છે ॥વિરામ॥

ਤੀਨਿ ਭਉਨੇ ਲਪਟਾਇ ਰਹੀ ਕਾਚ ਕਰਮਿ ਨ ਜਾਤ ਸਹੀ ਉਨਮਤ ਅੰਧ ਧੰਧ ਰਚਿਤ ਜੈਸੇ ਮਹਾ ਸਾਗਰ ਹੋਹੇ ॥੧॥
ત્રણેય લોક માયામાં લપેટાયેલા છે અને કર્મકાંડથી તેનાથી બચી શકાતું નથી દુનિયાના લોકો આંધળા ધંધામાં લીન છે અને મહાસાગરની લહેરોની જેમ ગોથા ખાઈ છે ॥૧॥

ਉਧਰੇ ਹਰਿ ਸੰਤ ਦਾਸ ਕਾਟਿ ਦੀਨੀ ਜਮ ਕੀ ਫਾਸ ਪਤਿਤ ਪਾਵਨ ਨਾਮੁ ਜਾ ਕੋ ਸਿਮਰਿ ਨਾਨਕ ਓਹੇ ॥੨॥੧੦॥੧੩੯॥੩॥੧੩॥੧੫੫॥
પ્રભુના ભક્તોની મુક્તિ થઈ ગઈ છે અને તેની યમની ફાંસી માફ ગઈ છે હે નાનક! જેનું નામ પતિતોને પાવન કરવાવાળું છે તેનું ભજન કરો ॥૨॥૧૦॥૧૩૯॥૩॥૧૩॥૧૫૫॥

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે

ਰਾਗੁ ਸਾਰੰਗ ਮਹਲਾ ੯ ॥
રાગ સારંગ મહેલ ૯॥

ਹਰਿ ਬਿਨੁ ਤੇਰੋ ਕੋ ਨ ਸਹਾਈ ॥
હે મનુષ્ય! પ્રભુ સિવાય તારું કોઈ સહાયક નથી

ਕਾਂ ਕੀ ਮਾਤ ਪਿਤਾ ਸੁਤ ਬਨਿਤਾ ਕੋ ਕਾਹੂ ਕੋ ਭਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
માતા-પિતા, પુત્ર, પત્ની, ભાઈ કોણ કોનું હંમેશા થયું છે ॥૧॥વિરામ॥

ਧਨੁ ਧਰਨੀ ਅਰੁ ਸੰਪਤਿ ਸਗਰੀ ਜੋ ਮਾਨਿਓ ਅਪਨਾਈ ॥
ધન-સંપત્તિ, જમીન-જાયદાદ, સંપત્તિ જેને તું પોતાની માની બેઠો છે

ਤਨ ਛੂਟੈ ਕਛੁ ਸੰਗਿ ਨ ਚਾਲੈ ਕਹਾ ਤਾਹਿ ਲਪਟਾਈ ॥੧॥
શરીરના છૂટવાથી જ એમાંથી કોઈ સાથે ચાલતું નથી પછી શા માટે તેનાથી લપેટાઈ રહ્યો છે ॥૧॥

ਦੀਨ ਦਇਆਲ ਸਦਾ ਦੁਖ ਭੰਜਨ ਤਾ ਸਿਉ ਰੁਚਿ ਨ ਬਢਾਈ ॥
પ્રભુ દીનદયાળ છે હંમેશા દુઃખને દૂર કરનાર છે પરંતુ તેની સાથે કોઈ રસ વધાર્યો નથી

ਨਾਨਕ ਕਹਤ ਜਗਤ ਸਭ ਮਿਥਿਆ ਜਿਉ ਸੁਪਨਾ ਰੈਨਾਈ ॥੨॥੧॥
નાનક કહે છે કે જેમ રાતનું સપનું છે તેમ જ આખું જગત મિથ્યા છે ॥૨॥૧॥

ਸਾਰੰਗ ਮਹਲਾ ੯ ॥
રાગ સારંગ મહેલ ૯॥

ਕਹਾ ਮਨ ਬਿਖਿਆ ਸਿਉ ਲਪਟਾਹੀ ॥
હે મન! શા માટે વિષય-વિકારોથી લપેટાઈ રહ્યો છે

ਯਾ ਜਗ ਮਹਿ ਕੋਊ ਰਹਨੁ ਨ ਪਾਵੈ ਇਕਿ ਆਵਹਿ ਇਕਿ ਜਾਹੀ ॥੧॥ ਰਹਾਉ ॥
આ દુનિયામાં કોઈ હંમેશા રહેતું નથી મૃત્યુ અટળ છે તેથી કોઈ આવે છે તો કોઈ જાય છે ॥૧॥વિરામ॥

ਕਾਂ ਕੋ ਤਨੁ ਧਨੁ ਸੰਪਤਿ ਕਾਂ ਕੀ ਕਾ ਸਿਉ ਨੇਹੁ ਲਗਾਹੀ ॥
તે તન, ધન, સંપત્તિ કોની થઈ છે પછી શા માટે આનાથી પ્રેમ લાગી રહ્યો છે

ਜੋ ਦੀਸੈ ਸੋ ਸਗਲ ਬਿਨਾਸੈ ਜਿਉ ਬਾਦਰ ਕੀ ਛਾਹੀ ॥੧॥
જે કંઈ દેખાય છે તે બધું વાદળોની છાયાની જેમ નાશવાન છે ॥૧॥

ਤਜਿ ਅਭਿਮਾਨੁ ਸਰਣਿ ਸੰਤਨ ਗਹੁ ਮੁਕਤਿ ਹੋਹਿ ਛਿਨ ਮਾਹੀ ॥
અભિમાન છોડીને સંતોની શરણ લો પળમાં મુક્તિ પ્રાપ્ત થશે

ਜਨ ਨਾਨਕ ਭਗਵੰਤ ਭਜਨ ਬਿਨੁ ਸੁਖੁ ਸੁਪਨੈ ਭੀ ਨਾਹੀ ॥੨॥੨॥
નાનક કહે છે કે પ્રભુના ભજન વગર સપનામાં પણ સુખ નસીબ થતું નથી ॥૨॥૨॥

ਸਾਰੰਗ ਮਹਲਾ ੯ ॥
રાગ સારંગ મહેલ ૯॥

ਕਹਾ ਨਰ ਅਪਨੋ ਜਨਮੁ ਗਵਾਵੈ ॥
હે મનુષ્ય! શા માટે પોતાનો જન્મ ગુમાવી દીધો છે

ਮਾਇਆ ਮਦਿ ਬਿਖਿਆ ਰਸਿ ਰਚਿਓ ਰਾਮ ਸਰਨਿ ਨਹੀ ਆਵੈ ॥੧॥ ਰਹਾਉ ॥
તું માયાના નશા તેમજ વિષયોના રસમાં લીન છે પરમાત્માની શરણમાં શા મટે નથી આવતા ॥૧॥વિરામ॥

ਇਹੁ ਸੰਸਾਰੁ ਸਗਲ ਹੈ ਸੁਪਨੋ ਦੇਖਿ ਕਹਾ ਲੋਭਾਵੈ ॥
આ આખું જગત સપનાની જેમ છે પછી તેને જોઈને શા માટે ફિદા થાય છે

ਜੋ ਉਪਜੈ ਸੋ ਸਗਲ ਬਿਨਾਸੈ ਰਹਨੁ ਨ ਕੋਊ ਪਾਵੈ ॥੧॥
જે પણ ઉત્પન્ન થાય છે તે બધા નષ્ટ થઈ જાય છે કોઈ પણ અહીં હંમેશા રહેતું નથી ॥૧॥

ਮਿਥਿਆ ਤਨੁ ਸਾਚੋ ਕਰਿ ਮਾਨਿਓ ਇਹ ਬਿਧਿ ਆਪੁ ਬੰਧਾਵੈ ॥
આ મિથ્યા તનને તે સાચું માની લીધું છે આ રીતે પોતે જ અસત્યમાં ફસાય ગયા છે

ਜਨ ਨਾਨਕ ਸੋਊ ਜਨੁ ਮੁਕਤਾ ਰਾਮ ਭਜਨ ਚਿਤੁ ਲਾਵੈ ॥੨॥੩॥
નાનક કહે છે કે તે વ્યક્તિ સંસારના બંધનોથી મુક્ત થાય છે જે પરમાત્માના ભજનમાં મન લગાડે છે ॥૨॥૩॥

ਸਾਰੰਗ ਮਹਲਾ ੯ ॥
રાગ સારંગ મહેલ ૯॥

ਮਨ ਕਰਿ ਕਬਹੂ ਨ ਹਰਿ ਗੁਨ ਗਾਇਓ ॥
હે મનુષ્ય! તે મન લગાવીને ક્યારેય પ્રભુનું ગુણગાન કર્યું નથી

error: Content is protected !!