ਗੁਰ ਪਰਸਾਦੀ ਘਟਿ ਚਾਨਣਾ ਆਨੑੇਰੁ ਗਵਾਇਆ ॥
ગુરુની પ્રસન્નતાથી હૃદયમાં અજવાળું થઈ જાય છે અને અજ્ઞાનનું અંધારું દૂર થઈ જાય છે
ਲੋਹਾ ਪਾਰਸਿ ਭੇਟੀਐ ਕੰਚਨੁ ਹੋਇ ਆਇਆ ॥
મનુષ્ય રૂપી લોઢું ગુરુ રૂપી પારસથી મળીને સોનુ થઈ જાય છે
ਨਾਨਕ ਸਤਿਗੁਰਿ ਮਿਲਿਐ ਨਾਉ ਪਾਈਐ ਮਿਲਿ ਨਾਮੁ ਧਿਆਇਆ ॥
હે નાનક! સદ્દગુરૂના મળવાથી હરિ-નામ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે પરમાત્માના નામનું ધ્યાન-મનન થાય છે
ਜਿਨੑ ਕੈ ਪੋਤੈ ਪੁੰਨੁ ਹੈ ਤਿਨੑੀ ਦਰਸਨੁ ਪਾਇਆ ॥੧੯॥
જેના ભાગ્યમાં પુણ્ય ફળ હોય છે તેને જ હરિ-દર્શન પ્રાપ્ત થાય છે ॥૧૯॥
ਸਲੋਕ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧॥
ਧ੍ਰਿਗੁ ਤਿਨਾ ਕਾ ਜੀਵਿਆ ਜਿ ਲਿਖਿ ਲਿਖਿ ਵੇਚਹਿ ਨਾਉ ॥
આવા વ્યક્તિઓનું જીવવું ધિક્કાર યોગ્ય છે જે નામ લખી-લખીને વેચી રહ્યા છે
ਖੇਤੀ ਜਿਨ ਕੀ ਉਜੜੈ ਖਲਵਾੜੇ ਕਿਆ ਥਾਉ ॥
ખેતી તો ઉજાડતા જઈ રહ્યા છે કોઠાર ભરવાના સમયે શું વેચીશ?
ਸਚੈ ਸਰਮੈ ਬਾਹਰੇ ਅਗੈ ਲਹਹਿ ਨ ਦਾਦਿ ॥
સત્ય તેમજ મહેનત વગર પ્રભુ આગળ કોઈ શ્રેય મળતો નથી
ਅਕਲਿ ਏਹ ਨ ਆਖੀਐ ਅਕਲਿ ਗਵਾਈਐ ਬਾਦਿ ॥
જો વિવાદ તેમજ ઝઘડામાં બુદ્ધિને બરબાદ કરવામાં આવે તો બુદ્ધિમાની કહી શકાય નહીં
ਅਕਲੀ ਸਾਹਿਬੁ ਸੇਵੀਐ ਅਕਲੀ ਪਾਈਐ ਮਾਨੁ ॥
ક્ષમતા તેમજ બુદ્ધિમતાથી પરમાત્માની ઉપાસના કરો આ બુદ્ધિમતાથી માન-પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરી શકાય છે
ਅਕਲੀ ਪੜ੍ਹ੍ਹਿ ਕੈ ਬੁਝੀਐ ਅਕਲੀ ਕੀਚੈ ਦਾਨੁ ॥
બુદ્ધિથી વાંચન કરીને સમજવું જોઈએ અને બીજાને પણ પ્રદાન કરો
ਨਾਨਕੁ ਆਖੈ ਰਾਹੁ ਏਹੁ ਹੋਰਿ ਗਲਾਂ ਸੈਤਾਨੁ ॥੧॥
ગુરુ નાનક કહે છે કે માત્ર આ જ સાચો રસ્તો છે બીજી વાતો તો શેતાનનું કામ છે ॥૧॥
ਮਃ ੨ ॥
મહેલ ૨॥
ਜੈਸਾ ਕਰੈ ਕਹਾਵੈ ਤੈਸਾ ਐਸੀ ਬਨੀ ਜਰੂਰਤਿ ॥
જરૂરિયાત આ વાતની છે કે જેવું કોઈ આચરણ કરે છે તેવો જ પોતાને કહેવડાવી શકે છે
ਹੋਵਹਿ ਲਿੰਙ ਝਿੰਙ ਨਹ ਹੋਵਹਿ ਐਸੀ ਕਹੀਐ ਸੂਰਤਿ ॥
આવો જ જીવ સુંદર રૂપ વાળો કહેવામાં આવે છે જેની પાસે ગુણ રૂપી અંગ છે દુષ્ટતાથી ભરેલું કુરૂપ હોવું જોઈએ નહીં
ਜੋ ਓਸੁ ਇਛੇ ਸੋ ਫਲੁ ਪਾਏ ਤਾਂ ਨਾਨਕ ਕਹੀਐ ਮੂਰਤਿ ॥੨॥
હે નાનક! તે જ પ્રતિષ્ઠિત કહેવાય છે જે પ્રભુને માને છે જે કામના કરે છે તે તે જ ફળ મેળવે છે ॥૨॥
ਪਉੜੀ ॥
પગથિયું ॥
ਸਤਿਗੁਰੁ ਅੰਮ੍ਰਿਤ ਬਿਰਖੁ ਹੈ ਅੰਮ੍ਰਿਤ ਰਸਿ ਫਲਿਆ ॥
સદ્દગુરુ અમૃતનું વૃક્ષ છે જેને અમૃત રસનું ફળ લાગે છે
ਜਿਸੁ ਪਰਾਪਤਿ ਸੋ ਲਹੈ ਗੁਰ ਸਬਦੀ ਮਿਲਿਆ ॥
જેને પ્રાપ્ત થાય છે તે જ ફળ મેળવે છે અને ગુરુના ઉપદેશથી જ મળે છે
ਸਤਿਗੁਰ ਕੈ ਭਾਣੈ ਜੋ ਚਲੈ ਹਰਿ ਸੇਤੀ ਰਲਿਆ ॥
જે સદ્દગુરુની રજામાં ચાલે છે તે પ્રભુની સાથે લીન થઈ જાય છે
ਜਮਕਾਲੁ ਜੋਹਿ ਨ ਸਕਈ ਘਟਿ ਚਾਨਣੁ ਬਲਿਆ ॥
તેના હૃદયમાં જ્ઞાનનો આલોક થાય છે અને યમદૂત તેને હેરાન કરતા નથી
ਨਾਨਕ ਬਖਸਿ ਮਿਲਾਇਅਨੁ ਫਿਰਿ ਗਰਭਿ ਨ ਗਲਿਆ ॥੨੦॥
હે નાનક! પ્રભુ કૃપા કરીને પોતાની સાથે મેળવી લે છે અને ફરી તે ગર્ભ યોનિમાં હેરાન થતા નથી ॥૨૦॥
ਸਲੋਕ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧॥
ਸਚੁ ਵਰਤੁ ਸੰਤੋਖੁ ਤੀਰਥੁ ਗਿਆਨੁ ਧਿਆਨੁ ਇਸਨਾਨੁ ॥
તે મનુષ્ય મહત્વપૂર્ણ છે જેનું સત્ય જ વ્રત-ઉપવાસ, સંતોષ તીર્થ તેમજ જ્ઞાન-ધ્યાન સ્નાન હોય છે
ਦਇਆ ਦੇਵਤਾ ਖਿਮਾ ਜਪਮਾਲੀ ਤੇ ਮਾਣਸ ਪਰਧਾਨ ॥
તે દયાને દેવતા તેમજ ક્ષમા ભાવનાને જપવાવાળી માળા માને છે
ਜੁਗਤਿ ਧੋਤੀ ਸੁਰਤਿ ਚਉਕਾ ਤਿਲਕੁ ਕਰਣੀ ਹੋਇ ॥
તેની સાચી જીવન-યુક્તિ જ ધોતી, સુરતી ચોક, અને શુભ કર્મ જ તિલક હોય છે
ਭਾਉ ਭੋਜਨੁ ਨਾਨਕਾ ਵਿਰਲਾ ਤ ਕੋਈ ਕੋਇ ॥੧॥
લોકોથી પ્રેમ કરવો ભોજન છે, ગુરુ નાનક ફરમાવે છે કે આવો મનુષ્ય કોઈ દુર્લભ જ હોય છે ॥૧॥
ਮਹਲਾ ੩ ॥
મહેલ ૩॥
ਨਉਮੀ ਨੇਮੁ ਸਚੁ ਜੇ ਕਰੈ ॥
જો સત્યને નિયમ બનાવવામાં આવે તો તે જ નોમ છે
ਕਾਮ ਕ੍ਰੋਧੁ ਤ੍ਰਿਸਨਾ ਉਚਰੈ ॥
કામ, ક્રોધ તેમજ તૃષ્ણાને છોડી દેવી જોઈએ
ਦਸਮੀ ਦਸੇ ਦੁਆਰ ਜੇ ਠਾਕੈ ਏਕਾਦਸੀ ਏਕੁ ਕਰਿ ਜਾਣੈ ॥
જો દસ ઇન્દ્રિયોને કાબુમાં કરવામાં આવે તો તે જ દસમ છે એક પરમાત્માની સત્તાને માનવી જ અગિયારસ છે
ਦੁਆਦਸੀ ਪੰਚ ਵਸਗਤਿ ਕਰਿ ਰਾਖੈ ਤਉ ਨਾਨਕ ਮਨੁ ਮਾਨੈ ॥
પાંચ વિકારોને વશમાં રાખવામાં આવે તો બારસ છે ગુરુ નાનકનું કહેવું છે કે આ રીતે મન પ્રસન્ન થઈ જાય છે
ਐਸਾ ਵਰਤੁ ਰਹੀਜੈ ਪਾਡੇ ਹੋਰ ਬਹੁਤੁ ਸਿਖ ਕਿਆ ਦੀਜੈ ॥੨॥
હે પંડિતજી! એવું વ્રત રાખવું જોઈએ સારી અને વધારે શિક્ષા દેવાનો શો લાભ? ॥૨॥
ਪਉੜੀ ॥
પગથિયું॥
ਭੂਪਤਿ ਰਾਜੇ ਰੰਗ ਰਾਇ ਸੰਚਹਿ ਬਿਖੁ ਮਾਇਆ ॥
બાદશાહ, રાજા તેમજ ભિખારી ધન-દોલત એકત્ર કરવામાં લાગેલા છે
ਕਰਿ ਕਰਿ ਹੇਤੁ ਵਧਾਇਦੇ ਪਰ ਦਰਬੁ ਚੁਰਾਇਆ ॥
જેટલું ધન એકત્ર કરે છે તેનો તેટલો જ મોહ વધે છે અને પારકું ધન ચોરે છે
ਪੁਤ੍ਰ ਕਲਤ੍ਰ ਨ ਵਿਸਹਹਿ ਬਹੁ ਪ੍ਰੀਤਿ ਲਗਾਇਆ ॥
તેનો ધનથી એટલો પ્રેમ લાગેલો છે કે પોતાના પુત્ર તેમજ પત્ની પર પણ વિશ્વાસ કરતા નથી
ਵੇਖਦਿਆ ਹੀ ਮਾਇਆ ਧੁਹਿ ਗਈ ਪਛੁਤਹਿ ਪਛੁਤਾਇਆ ॥
જોત જોતામાં જ દૌલત છીનવી લેવામાં આવે છે અને પછી પસ્તાય છે
ਜਮ ਦਰਿ ਬਧੇ ਮਾਰੀਅਹਿ ਨਾਨਕ ਹਰਿ ਭਾਇਆ ॥੨੧॥
હે નાનક! આવા લોકોને યમના દરવાજા પર દંડ પ્રાપ્ત થાય છે પ્રભુને આ જ મંજુર છે ॥૨૧॥
ਸਲੋਕ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧॥
ਗਿਆਨ ਵਿਹੂਣਾ ਗਾਵੈ ਗੀਤ ॥
જ્ઞાનવિહીન પૂજારી પ્રભુના ગીત ગાય છે
ਭੁਖੇ ਮੁਲਾਂ ਘਰੇ ਮਸੀਤਿ ॥
ધનનો ભૂખ્યો મુલ્લા ઘરને મસ્જિદ બનાવીને પોતાનું સાધન બનાવે છે
ਮਖਟੂ ਹੋਇ ਕੈ ਕੰਨ ਪੜਾਏ ॥
મનુષ્ય આળસુ થઈને કાન ફાળવીને યોગી બની જાય છે અને
ਫਕਰੁ ਕਰੇ ਹੋਰੁ ਜਾਤਿ ਗਵਾਏ ॥
ફકીર બનીને પોતાની જાતિ ગુમાવી દે છે
ਗੁਰੁ ਪੀਰੁ ਸਦਾਏ ਮੰਗਣ ਜਾਇ ॥
ઘણા ગુરુ-પીર કહેવડાવીને માંગવા જાય છે
ਤਾ ਕੈ ਮੂਲਿ ਨ ਲਗੀਐ ਪਾਇ ॥
આવા લોકોના પગ જરા પણ સ્પર્શ કરવા જોઈએ નહીં
ਘਾਲਿ ਖਾਇ ਕਿਛੁ ਹਥਹੁ ਦੇਇ ॥
જે મહેનત કરીને નિર્વાહ કરે છે બીજાને મદદ અથવા દાન કરે છે
ਨਾਨਕ ਰਾਹੁ ਪਛਾਣਹਿ ਸੇਇ ॥੧॥
હે નાનક! આવા વ્યક્તિ જ સાચો જીવન માર્ગ ઓળખે છે ॥૧॥