ਹਰਿ ਕੇ ਸੰਤ ਸਦਾ ਥਿਰੁ ਪੂਜਹੁ ਜੋ ਹਰਿ ਨਾਮੁ ਜਪਾਤ ॥
પ્રભુના ભક્ત હંમેશા સ્થિર છે જે પ્રભુનું નામ જપતા રહે છે
ਜਿਨ ਕਉ ਕ੍ਰਿਪਾ ਕਰਤ ਹੈ ਗੋਬਿਦੁ ਤੇ ਸਤਸੰਗਿ ਮਿਲਾਤ ॥੩॥
જેના પર ગોવિંદ કૃપા કરે છે તે સત્સંગમાં મળે છે ॥૩॥
ਮਾਤ ਪਿਤਾ ਬਨਿਤਾ ਸੁਤ ਸੰਪਤਿ ਅੰਤਿ ਨ ਚਲਤ ਸੰਗਾਤ ॥
માતા-પિતા, પત્ની-પુત્ર તેમજ સંપત્તિ અંતમાં કંઈપણ સાથે જતું નથી
ਕਹਤ ਕਬੀਰੁ ਰਾਮ ਭਜੁ ਬਉਰੇ ਜਨਮੁ ਅਕਾਰਥ ਜਾਤ ॥੪॥੧॥
કબીરજી કહે છે કે હે પાગલ! પ્રભુનું ભજન કરી લ્યો આ જીવન વ્યર્થ જ પસાર થઈ રહ્યું છે ॥૪॥૧॥
ਰਾਜਾਸ੍ਰਮ ਮਿਤਿ ਨਹੀ ਜਾਨੀ ਤੇਰੀ ॥
હે કર્તા! તારી શક્તિનો અંત જાણી શકાતો નથી
ਤੇਰੇ ਸੰਤਨ ਕੀ ਹਉ ਚੇਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥
હું તારા સંતોનો સેવક માત્ર છું ॥૧॥વિરામ॥
ਹਸਤੋ ਜਾਇ ਸੁ ਰੋਵਤੁ ਆਵੈ ਰੋਵਤੁ ਜਾਇ ਸੁ ਹਸੈ ॥
જે સંસારના સુખોમાં તલ્લીન થઈ જાય છે તે રોતા રોતા તારી પાસે આવે છે જે બધું ત્યાગી દે છે તે જ ખુશ થાય છે
ਬਸਤੋ ਹੋਇ ਹੋਇ ਸੋੁ ਊਜਰੁ ਊਜਰੁ ਹੋਇ ਸੁ ਬਸੈ ॥੧॥
જે હંમેશા માટે વસવા ઈચ્છે છે તે ઉજળી જાય છે અને જે ઉજળીને વૈરાગ્યવાન થઈ જાય છે તે જ સુખી વસે છે ॥૧॥
ਜਲ ਤੇ ਥਲ ਕਰਿ ਥਲ ਤੇ ਕੂਆ ਕੂਪ ਤੇ ਮੇਰੁ ਕਰਾਵੈ ॥
પરમાત્માની મરજી હોય તો જ્યાં પાણી હોય છે તેને સુકાયેલી જમીન કરી દે છે સુકાયેલી જમીનને કૂવો બનાવી દે છે તેની મરજી હોય તો કુવા પર પર્વત બનાવી દે છે
ਧਰਤੀ ਤੇ ਆਕਾਸਿ ਚਢਾਵੈ ਚਢੇ ਅਕਾਸਿ ਗਿਰਾਵੈ ॥੨॥
તે નાનકડા મનુષ્યને ઊંચાઈ પર પહોંચાડી દે છે અને ઊંચાઈ પર પહોંચેલાને નીચે પાડી દે છે ॥૨॥
ਭੇਖਾਰੀ ਤੇ ਰਾਜੁ ਕਰਾਵੈ ਰਾਜਾ ਤੇ ਭੇਖਾਰੀ ॥
તેની ઈચ્છા હોય તો તે ભીખ માંગવાવાળાને અમીર બનાવી દે છે અને અમીરને ગરીબ બનાવી દે છે
ਖਲ ਮੂਰਖ ਤੇ ਪੰਡਿਤੁ ਕਰਿਬੋ ਪੰਡਿਤ ਤੇ ਮੁਗਧਾਰੀ ॥੩॥
તે ઈચ્છે તો મૂર્ખને પંડિત બનાવી દે છે અને પંડિતને મૂર્ખ બનાવી દે છે ॥૩॥
ਨਾਰੀ ਤੇ ਜੋ ਪੁਰਖੁ ਕਰਾਵੈ ਪੁਰਖਨ ਤੇ ਜੋ ਨਾਰੀ ॥
તે સ્ત્રીથી જ પુરુષનો જન્મ કરાવે છે પુરુષથી જ સ્ત્રીને જન્માવે છે
ਕਹੁ ਕਬੀਰ ਸਾਧੂ ਕੋ ਪ੍ਰੀਤਮੁ ਤਿਸੁ ਮੂਰਤਿ ਬਲਿਹਾਰੀ ॥੪॥੨॥
કબીરજી કહે છે કે તે અનંતશક્તિ પરમાત્મા સાધુઓના પ્રાણ પ્રિયતમ છે અમે તે દયાની મૂર્તિ પર બલિહાર જઈએ છીએ ॥૪॥૨॥
ਸਾਰੰਗ ਬਾਣੀ ਨਾਮਦੇਉ ਜੀ ਕੀ ॥
રાગ સારંગ વાણી નામદેવજીની
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਕਾਏਂ ਰੇ ਮਨ ਬਿਖਿਆ ਬਨ ਜਾਇ ॥
હે મન! શા માટે વિષય-વિકારોના જંગલમાં જાય છે
ਭੂਲੌ ਰੇ ਠਗਮੂਰੀ ਖਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥
ઠગબુટ્ટીને ખાઈને તું ભૂલ કરી રહ્યો છે ॥૧॥વિરામ॥
ਜੈਸੇ ਮੀਨੁ ਪਾਨੀ ਮਹਿ ਰਹੈ ॥
જેમ માછલી પાણીમાં રહે છે
ਕਾਲ ਜਾਲ ਕੀ ਸੁਧਿ ਨਹੀ ਲਹੈ ॥
પરંતુ મૃત્યુના જાળની તેને ખબર રહેતી નથી
ਜਿਹਬਾ ਸੁਆਦੀ ਲੀਲਿਤ ਲੋਹ ॥
તે જીભના સ્વાદના કારણે લોઢું ગળી જાય છે
ਐਸੇ ਕਨਿਕ ਕਾਮਨੀ ਬਾਧਿਓ ਮੋਹ ॥੧॥
આવા જ મનુષ્ય સોના અથવા સુંદર નારીના મોહમાં ફસાયેલો રહે છે ॥૧॥
ਜਿਉ ਮਧੁ ਮਾਖੀ ਸੰਚੈ ਅਪਾਰ ॥
જેમ મધમાખી ખુબ સારું મધ એકત્ર કરે છે
ਮਧੁ ਲੀਨੋ ਮੁਖਿ ਦੀਨੀ ਛਾਰੁ ॥
મધ મનુષ્ય લઈ જાય છે અને તેને કાંઈ પણ મળતું નથી
ਗਊ ਬਾਛ ਕਉ ਸੰਚੈ ਖੀਰੁ ॥
ગાય વાછરડા માટે દૂધ એકત્ર કરે છે
ਗਲਾ ਬਾਂਧਿ ਦੁਹਿ ਲੇਇ ਅਹੀਰੁ ॥੨॥
ગોવાળ દોરી બાંધીને સારું દૂધ દોઈ લે છે ॥૨॥
ਮਾਇਆ ਕਾਰਨਿ ਸ੍ਰਮੁ ਅਤਿ ਕਰੈ ॥
મનુષ્ય ધન માટે સખત મહેનત કરે છે
ਸੋ ਮਾਇਆ ਲੈ ਗਾਡੈ ਧਰੈ ॥
તે ધન લાવીને જમીનમાં દાટી દે છે
ਅਤਿ ਸੰਚੈ ਸਮਝੈ ਨਹੀ ਮੂੜ੍ਹ੍ਹ ॥
અતિશય ધન-દોલત જમા કરીને મૂર્ખ આ સમજતો નથી
ਧਨੁ ਧਰਤੀ ਤਨੁ ਹੋਇ ਗਇਓ ਧੂੜਿ ॥੩॥
કે ધરતીમાં દાટેલા ધનની જેમ આ શરીર પણ માટી થઈ જાય છે ॥૩॥
ਕਾਮ ਕ੍ਰੋਧ ਤ੍ਰਿਸਨਾ ਅਤਿ ਜਰੈ ॥
આ કામ, ક્રોધ તેમજ તૃષ્ણામાં સળગે છે પરંતુ
ਸਾਧਸੰਗਤਿ ਕਬਹੂ ਨਹੀ ਕਰੈ ॥
સાધુ પુરુષોની ક્યારેય સંગત કરતા નથી
ਕਹਤ ਨਾਮਦੇਉ ਤਾ ਚੀ ਆਣਿ ॥ ਨਿਰਭੈ ਹੋਇ ਭਜੀਐ ਭਗਵਾਨ ॥੪॥੧॥
નામદેવજી કહે છે કે તેની શરણમાં આવો અને નીડર થઈને પ્રભુનું ભજન કરો ॥૪॥૧॥
ਬਦਹੁ ਕੀ ਨ ਹੋਡ ਮਾਧਉ ਮੋ ਸਿਉ ॥
હે પ્રભુ! મારી સાથે શરત લગાવીને જોઈ લો જો અમે સેવક જ ન હોય તો માલિક કેવી રીતે માની શકાય છે
ਠਾਕੁਰ ਤੇ ਜਨੁ ਜਨ ਤੇ ਠਾਕੁਰੁ ਖੇਲੁ ਪਰਿਓ ਹੈ ਤੋ ਸਿਉ ॥੧॥ ਰਹਾਉ ॥
વાસ્તવમાં માલિક હોય તો જ કોઈ સેવક હોય છે અને સેવક હોય તો જ માલિકનું અસ્તિત્વ હોય છે તેથી માલિક અને સેવક પરસ્પર એક જ રમત રમી રહ્યા છે ॥૧॥વિરામ॥
ਆਪਨ ਦੇਉ ਦੇਹੁਰਾ ਆਪਨ ਆਪ ਲਗਾਵੈ ਪੂਜਾ ॥
તું જ દેવતા છે મંદિર પણ તારું છે અને તું પોતે જ પોતાની પૂજામાં લગાડે છે
ਜਲ ਤੇ ਤਰੰਗ ਤਰੰਗ ਤੇ ਹੈ ਜਲੁ ਕਹਨ ਸੁਨਨ ਕਉ ਦੂਜਾ ॥੧॥
પાણીથી તરંગ અને તરંગથી પાણીનું અસ્તિત્વ છે આ માત્ર કહેવા અને સાંભળવામાં અલગ છે ॥૧॥
ਆਪਹਿ ਗਾਵੈ ਆਪਹਿ ਨਾਚੈ ਆਪਿ ਬਜਾਵੈ ਤੂਰਾ ॥
તે પોતે જ ગાઈ રહ્યો છે પોતે જ નચાવી રહ્યો છે અને પોતે જ શરણાઈ વગાડે છે
ਕਹਤ ਨਾਮਦੇਉ ਤੂੰ ਮੇਰੋ ਠਾਕੁਰੁ ਜਨੁ ਊਰਾ ਤੂ ਪੂਰਾ ॥੨॥੨॥
નામદેવજી કહે છે કે તું જ મારો માલિક છે હું અધૂરો છું અને તું જ સંપૂર્ણ છે ॥૨॥૨॥
ਦਾਸ ਅਨਿੰਨ ਮੇਰੋ ਨਿਜ ਰੂਪ ॥
નામદેવજી દ્વારા પ્રભુની તરફથી સંબોધન છે કે મારો અનન્ય ભક્ત વાસ્તવમાં મારુ જ રૂપ છે
ਦਰਸਨ ਨਿਮਖ ਤਾਪ ਤ੍ਰਈ ਮੋਚਨ ਪਰਸਤ ਮੁਕਤਿ ਕਰਤ ਗ੍ਰਿਹ ਕੂਪ ॥੧॥ ਰਹਾਉ ॥
તેના દર્શનોથી ત્રણેય તાપ દૂર થઈ જાય છે અને તેના સ્પર્શથી ગૃહસ્થીના કુવાથી મુક્તિ થઈ જાય છે
ਮੇਰੀ ਬਾਂਧੀ ਭਗਤੁ ਛਡਾਵੈ ਬਾਂਧੈ ਭਗਤੁ ਨ ਛੂਟੈ ਮੋਹਿ ॥
મારા લગાવેલા બંધનોથી ભક્ત તો મુક્ત કરાવી શકે છે પરંતુ જો ભક્ત બંધનમાં નાખી દે હું આઝાદ કરતો નથી