ਹਰਿ ਬੋਲਹੁ ਗੁਰ ਕੇ ਸਿਖ ਮੇਰੇ ਭਾਈ ਹਰਿ ਭਉਜਲੁ ਜਗਤੁ ਤਰਾਵੈ ॥੧॥ ਰਹਾਉ ॥
હે ભાઈ! ગુરુના શિષ્યો, હરિનું નામ ઉચ્ચારણ કરો આ ભયાનક સંસાર-સમુદ્રથી તરાવે છે ॥૧॥વિરામ॥
ਜੋ ਗੁਰ ਕਉ ਜਨੁ ਪੂਜੇ ਸੇਵੇ ਸੋ ਜਨੁ ਮੇਰੇ ਹਰਿ ਪ੍ਰਭ ਭਾਵੈ ॥
જે વ્યક્તિ ગુરુની સેવા કરે છે તે જ મારા પ્રભુને પ્રિય લાગે છે
ਹਰਿ ਕੀ ਸੇਵਾ ਸਤਿਗੁਰੁ ਪੂਜਹੁ ਕਰਿ ਕਿਰਪਾ ਆਪਿ ਤਰਾਵੈ ॥੨॥
પ્રભુની ઉપાસના કરો બધાથી પહેલા સાચા ગુરુનું પૂજન કરો તે કૃપા કરીને પોતે સંસાર-સમુદ્રથી તરાવી દે છે ॥૨॥
ਭਰਮਿ ਭੂਲੇ ਅਗਿਆਨੀ ਅੰਧੁਲੇ ਭ੍ਰਮਿ ਭ੍ਰਮਿ ਫੂਲ ਤੋਰਾਵੈ ॥
ભ્રમમાં ભૂલેલા અજ્ઞાનાંધ અજ્ઞાની જીવ મૂર્તિઓ પર ફૂલ આપે છે
ਨਿਰਜੀਉ ਪੂਜਹਿ ਮੜਾ ਸਰੇਵਹਿ ਸਭ ਬਿਰਥੀ ਘਾਲ ਗਵਾਵੈ ॥੩॥
તે પથ્થરની મૂર્તિઓની અર્ચના કરે છે સમાધિઓ પર માથું નમાવે છે અને પોતાની મહેનત વ્યર્થ ગુમાવી દે છે ॥૩॥
ਬ੍ਰਹਮੁ ਬਿੰਦੇ ਸੋ ਸਤਿਗੁਰੁ ਕਹੀਐ ਹਰਿ ਹਰਿ ਕਥਾ ਸੁਣਾਵੈ ॥
જે બ્રહ્મને જાણે છે તે જ સાચા ગુરુ કહેવાય છે અને હરિની કથા સાંભળે છે
ਤਿਸੁ ਗੁਰ ਕਉ ਛਾਦਨ ਭੋਜਨ ਪਾਟ ਪਟੰਬਰ ਬਹੁ ਬਿਧਿ ਸਤਿ ਕਰਿ ਮੁਖਿ ਸੰਚਹੁ ਤਿਸੁ ਪੁੰਨ ਕੀ ਫਿਰਿ ਤੋਟਿ ਨ ਆਵੈ ॥੪॥
તે ગુરુને અનેક પ્રકારના ભોજન, સુંદર વસ્ત્ર તેમજ બધું અર્પણ કરો તેને સત્ય માનીને તેની શિક્ષાઓ ગ્રહણ કરો તે પુણ્યથી ફરી કોઈ ખામી આવશે નહીં ॥૪॥
ਸਤਿਗੁਰੁ ਦੇਉ ਪਰਤਖਿ ਹਰਿ ਮੂਰਤਿ ਜੋ ਅੰਮ੍ਰਿਤ ਬਚਨ ਸੁਣਾਵੈ ॥
સાચા ગુરુ સાક્ષાત પરમાત્માની મૂર્તિ છે જે જિજ્ઞાસુઓને અમૃત વચન સંભળાવે છે
ਨਾਨਕ ਭਾਗ ਭਲੇ ਤਿਸੁ ਜਨ ਕੇ ਜੋ ਹਰਿ ਚਰਣੀ ਚਿਤੁ ਲਾਵੈ ॥੫॥੪॥
હે નાનક! તે વ્યક્તિના અહોભાગ્ય છે જે પરમાત્માના ચરણોમાં મન લગાવે છે ॥૫॥૪॥
ਮਲਾਰ ਮਹਲਾ ੪ ॥
મલાર મહેલ ૪॥
ਜਿਨੑ ਕੈ ਹੀਅਰੈ ਬਸਿਓ ਮੇਰਾ ਸਤਿਗੁਰੁ ਤੇ ਸੰਤ ਭਲੇ ਭਲ ਭਾਂਤਿ ॥
જેના હૃદયમાં મારા સદ્દગુરુ વસી ગયા છે તે સંત પુરુષ દરેક પ્રકારથી ઉત્તમ અને સારા છે
ਤਿਨੑ ਦੇਖੇ ਮੇਰਾ ਮਨੁ ਬਿਗਸੈ ਹਉ ਤਿਨ ਕੈ ਸਦ ਬਲਿ ਜਾਂਤ ॥੧॥
તેના દર્શનોથી મારુ મન ખીલી ઉઠે છે અને હું તે મહાપુરુષો પર બલિહાર જાઉં છું ॥૧॥
ਗਿਆਨੀ ਹਰਿ ਬੋਲਹੁ ਦਿਨੁ ਰਾਤਿ ॥
તે જ્ઞાનીઓ સાથે દિવસ-રાત હરિનું નામ ઉચ્ચારણ કરો
ਤਿਨੑ ਕੀ ਤ੍ਰਿਸਨਾ ਭੂਖ ਸਭ ਉਤਰੀ ਜੋ ਗੁਰਮਤਿ ਰਾਮ ਰਸੁ ਖਾਂਤਿ ॥੧॥ ਰਹਾਉ ॥
જે ગુરુની શિક્ષા દ્વારા રામ નામ રસનું આસ્વાદન લે છે તેની તૃષ્ણા તેમજ ભૂખ બધું ઉતરી જાય છે ॥૧॥વિરામ॥
ਹਰਿ ਕੇ ਦਾਸ ਸਾਧ ਸਖਾ ਜਨ ਜਿਨ ਮਿਲਿਆ ਲਹਿ ਜਾਇ ਭਰਾਂਤਿ ॥
પ્રભુના ભક્ત, સાધુજન જ સાચા મિત્ર છે જેને મળીને ભટકણ દૂર થઈ જાય છે
ਜਿਉ ਜਲ ਦੁਧ ਭਿੰਨ ਭਿੰਨ ਕਾਢੈ ਚੁਣਿ ਹੰਸੁਲਾ ਤਿਉ ਦੇਹੀ ਤੇ ਚੁਣਿ ਕਾਢੈ ਸਾਧੂ ਹਉਮੈ ਤਾਤਿ ॥੨॥
જેમ હંસ પાણીમાંથી દૂધને અલગ-અલગ કરી દે છે તેમ જ સાધુ-મહાત્મા શરીરમાંથી અભિમાનની પીડાને કાઢી નાખે છે ॥૨॥
ਜਿਨ ਕੈ ਪ੍ਰੀਤਿ ਨਾਹੀ ਹਰਿ ਹਿਰਦੈ ਤੇ ਕਪਟੀ ਨਰ ਨਿਤ ਕਪਟੁ ਕਮਾਂਤਿ ॥
જેના મનમાં પરમાત્માનો પ્રેમ હોતો નથી એવા કપટી લોકો દરરોજ કપટ કરે છે
ਤਿਨ ਕਉ ਕਿਆ ਕੋਈ ਦੇਇ ਖਵਾਲੈ ਓਇ ਆਪਿ ਬੀਜਿ ਆਪੇ ਹੀ ਖਾਂਤਿ ॥੩॥
આવા લોકોને કોઈ બોલાવીને શું આપશે, શું ખવડાવશે? તે જે પણ સારું ખરાબ વાવે છે તે જ ખાય છે ॥૩॥
ਹਰਿ ਕਾ ਚਿਹਨੁ ਸੋਈ ਹਰਿ ਜਨ ਕਾ ਹਰਿ ਆਪੇ ਜਨ ਮਹਿ ਆਪੁ ਰਖਾਂਤਿ ॥
જે પ્રભુનું ગુણ છે તે જ તેના ભક્તોમાં છે અને પ્રભુ ભક્તોમાં જ પોતાને સ્થિર રાખે છે
ਧਨੁ ਧੰਨੁ ਗੁਰੂ ਨਾਨਕੁ ਸਮਦਰਸੀ ਜਿਨਿ ਨਿੰਦਾ ਉਸਤਤਿ ਤਰੀ ਤਰਾਂਤਿ ॥੪॥੫॥
સમદર્શી ગુરુ નાનક ધન્ય તેમજ પ્રશંસાને પાત્ર છે જેમણે નિંદા તેમજ સ્તુતિથી મુક્ત થઈને અન્ય લોકોને પણ તેનાથી પાર કરાવી દે છે ॥૪॥૫॥
ਮਲਾਰ ਮਹਲਾ ੪ ॥
મલાર મહેલ ૪॥
ਅਗਮੁ ਅਗੋਚਰੁ ਨਾਮੁ ਹਰਿ ਊਤਮੁ ਹਰਿ ਕਿਰਪਾ ਤੇ ਜਪਿ ਲਇਆ ॥
અપહોચ, મનવાણીથી પર પરમાત્માનું નામ સર્વોત્તમ છે અને તેની કૃપાથી જ નામનું જાપ કર્યું છે
ਸਤਸੰਗਤਿ ਸਾਧ ਪਾਈ ਵਡਭਾਗੀ ਸੰਗਿ ਸਾਧੂ ਪਾਰਿ ਪਇਆ ॥੧॥
હું ભાગ્યશાળી છું, જે મને સાચા સાધુની સંગતિ પ્રાપ્ત થઈ છે, સાધુની સંગતિમાં સંસાર-સમુદ્રથી પાર થઈ ગયો છું ॥૧॥
ਮੇਰੈ ਮਨਿ ਅਨਦਿਨੁ ਅਨਦੁ ਭਇਆ ॥
મારા મનમાં આનંદ જ આનંદ થઈ ગયો છે
ਗੁਰ ਪਰਸਾਦਿ ਨਾਮੁ ਹਰਿ ਜਪਿਆ ਮੇਰੇ ਮਨ ਕਾ ਭ੍ਰਮੁ ਭਉ ਗਇਆ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુની કૃપાથી હરિનામનું જાપ કર્યું છે જેનાથી મનનો ભ્રમ તેમજ ભય દૂર થઈ ગયો છે ॥૧॥વિરામ॥
ਜਿਨ ਹਰਿ ਗਾਇਆ ਜਿਨ ਹਰਿ ਜਪਿਆ ਤਿਨ ਸੰਗਤਿ ਹਰਿ ਮੇਲਹੁ ਕਰਿ ਮਇਆ ॥
હે પ્રભુ! જેમણે પરમાત્માનું ગુણગાન કર્યું છે હરિ નામ જપ્યું છે દયા કરીને તેની સંગતમાં મળાવી દો
ਤਿਨ ਕਾ ਦਰਸੁ ਦੇਖਿ ਸੁਖੁ ਪਾਇਆ ਦੁਖੁ ਹਉਮੈ ਰੋਗੁ ਗਇਆ ॥੨॥
તેના દર્શનથી પરમ-સુખ પ્રાપ્ત થાય છે અને અહમ તેમજ દુઃખનો રોગ દૂર થઈ જાય છે ॥૨॥
ਜੋ ਅਨਦਿਨੁ ਹਿਰਦੈ ਨਾਮੁ ਧਿਆਵਹਿ ਸਭੁ ਜਨਮੁ ਤਿਨਾ ਕਾ ਸਫਲੁ ਭਇਆ ॥
જે દિવસ-રાત હૃદયમાં હરિનામનું ધ્યાન કરે છે તેનો આખો જન્મ સફળ થઈ જાય છે
ਓਇ ਆਪਿ ਤਰੇ ਸ੍ਰਿਸਟਿ ਸਭ ਤਾਰੀ ਸਭੁ ਕੁਲੁ ਭੀ ਪਾਰਿ ਪਇਆ ॥੩॥
તે પોતે તો પાર થાય જ છે આખી દુનિયાને પણ પાર ઉતારી દે છે અને તો અને તેની આખી વંશાવલી પણ સંસાર-સમુદ્રથી પાર થઈ જાય છે ॥૩॥
ਤੁਧੁ ਆਪੇ ਆਪਿ ਉਪਾਇਆ ਸਭੁ ਜਗੁ ਤੁਧੁ ਆਪੇ ਵਸਿ ਕਰਿ ਲਇਆ ॥
હે પ્રભુ! આખું જગત તે પોતે ઉત્પન્ન કર્યું છે અને પોતે જ પોતાના વશમાં કર્યું છે