ਮਹਲਾ ੨ ॥
મહેલ ૨।।
ਏਹ ਕਿਨੇਹੀ ਚਾਕਰੀ ਜਿਤੁ ਭਉ ਖਸਮ ਨ ਜਾਇ ॥
જે સેવા કરવાથી સેવકના દિલમાંથી પોતાના માલિકનો ડર દૂર ન થાય તે સેવા અસલી સેવા નથી?
ਨਾਨਕ ਸੇਵਕੁ ਕਾਢੀਐ ਜਿ ਸੇਤੀ ਖਸਮ ਸਮਾਇ ॥੨॥
હે નાનક! સાચો સેવક તેને જ કહેવાય જે પોતાના માલિકની સાથે એકરૂપ થઈ જાય છે ।।૨।।
ਪਉੜੀ ॥
પગથિયું ૨૩।।
ਨਾਨਕ ਅੰਤ ਨ ਜਾਪਨ੍ਹ੍ਹੀ ਹਰਿ ਤਾ ਕੇ ਪਾਰਾਵਾਰ ॥
હે નાનક!પ્રભુના પેલી પારથી આ પાર નાં કિનારા નો અંત નથી પામી શકાતો
ਆਪਿ ਕਰਾਏ ਸਾਖਤੀ ਫਿਰਿ ਆਪਿ ਕਰਾਏ ਮਾਰ ॥
તે ખુદ જ જીવોને પેદા કરે છે અને ખુદ જ તેમને મારી નાખે છે
ਇਕਨ੍ਹ੍ਹਾ ਗਲੀ ਜੰਜੀਰੀਆ ਇਕਿ ਤੁਰੀ ਚੜਹਿ ਬਿਸੀਆਰ ॥
કેટલાંય જીવોના ગળામાં જંજીર પડેલી છે પડેલી છે કેટલાય કેદી ગુલામી નું કષ્ટ સહી રહ્યા છે અને બેશુમાર જીવ ઘોડાની સવારી કરી રહ્યા છે અર્થાત્ માયા ની મોજ લઈ રહ્યા છે
ਆਪਿ ਕਰਾਏ ਕਰੇ ਆਪਿ ਹਉ ਕੈ ਸਿਉ ਕਰੀ ਪੁਕਾਰ ॥
આ બધાં જ ખેલ તમાશા તે પ્રભુ પોતે જ કરી રહ્યો છે તેના વિના બીજો કોઈ આશરો જ નથી હું કોની સામે તેની ફરિયાદ કરી શકું?
ਨਾਨਕ ਕਰਣਾ ਜਿਨਿ ਕੀਆ ਫਿਰਿ ਤਿਸ ਹੀ ਕਰਣੀ ਸਾਰ ॥੨੩॥
હે નાનક! જે કરતારે સૃષ્ટિની રચના કરી છે તેજ તેની સંભાળ કરી રહ્યા છે ।।૨૩।।
ਸਲੋਕੁ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧।।
ਆਪੇ ਭਾਂਡੇ ਸਾਜਿਅਨੁ ਆਪੇ ਪੂਰਣੁ ਦੇਇ ॥
પ્રભુએ જીવોનાં શરીર રૂપી વાસણ પોતે જ બનાવ્યા છે અને તે એમાં જે કાંઈ પણ નાખે છે જે સુખ દુઃખ તેની કિસ્મતમાં નાખે છે તેમાં થી કેટલાય વાસણોમાં દૂધ પડેલું રહે છે અને કેટલાંય બીજા ચૂલા ઉપર તપતા જ રહે છે
ਇਕਨ੍ਹ੍ਹੀ ਦੁਧੁ ਸਮਾਈਐ ਇਕਿ ਚੁਲ੍ਹ੍ਹੈ ਰਹਨ੍ਹ੍ਹਿ ਚੜੇ ॥
અર્થાત્ કેટલાય જીવોના ભાગ્યમાં સુખ અને ખુબ જ સરસ પદાર્થો છે અને કેટલાંય ના જીવનમાં સદાય કષ્ટ સહે છે
ਇਕਿ ਨਿਹਾਲੀ ਪੈ ਸਵਨ੍ਹ੍ਹਿ ਇਕਿ ਉਪਰਿ ਰਹਨਿ ਖੜੇ ॥
કેટલાંય ભાગ્યશાળી લોકો ગાદલાં ઉપર બેફિકર થઇને સુવે છે અને કેટલાંય બિચારા તેમની રક્ષા અને સેવા માટે તેમની હાજરીમાં ઉભા રહે છે
ਤਿਨ੍ਹ੍ਹਾ ਸਵਾਰੇ ਨਾਨਕਾ ਜਿਨ੍ਹ੍ਹ ਕਉ ਨਦਰਿ ਕਰੇ ॥੧॥
પણ હે નાનક! જેની ઉપર ઈશ્વરની મહેરબાની થાય છે તે તેમનો ભવ સુધારી નાખે છે ।।૧।।
ਮਹਲਾ ੨ ॥
મહેલ ૨।।
ਆਪੇ ਸਾਜੇ ਕਰੇ ਆਪਿ ਜਾਈ ਭਿ ਰਖੈ ਆਪਿ ॥
પ્રભુ પોતે જ સૃષ્ટિને પેદા કરે છે પોતે જ તેને સજાવે છે સૃષ્ટિ ની સંભાળ પણ પોતે જ કરે છે
ਤਿਸੁ ਵਿਚਿ ਜੰਤ ਉਪਾਇ ਕੈ ਦੇਖੈ ਥਾਪਿ ਉਥਾਪਿ ॥
આ સૃષ્ટિમાં જીવોને પેદા કરીને તમને નિહાળે છે ખુદ જ તેમને રાખે છે અને ખુદ જ તેમને નીચે પછાડી દે છે
ਕਿਸ ਨੋ ਕਹੀਐ ਨਾਨਕਾ ਸਭੁ ਕਿਛੁ ਆਪੇ ਆਪਿ ॥੨॥
હે નાનક! તેના વિના કોઈ બીજાં આગળ ફરિયાદ ન થઈ શકે તે પોતે જ બધું કરવાને માટે સમર્થ છે ।।૨।।
ਪਉੜੀ ॥
પગથિયું ૨૪।।
ਵਡੇ ਕੀਆ ਵਡਿਆਈਆ ਕਿਛੁ ਕਹਣਾ ਕਹਣੁ ਨ ਜਾਇ ॥
પ્રભુનાં ગુણો ના સંબંધમાં કોઈ વાત નથી કહી શકાતી તેના ગુણો નો અંત નથી પામી શકાતો
ਸੋ ਕਰਤਾ ਕਾਦਰ ਕਰੀਮੁ ਦੇ ਜੀਆ ਰਿਜਕੁ ਸੰਬਾਹਿ ॥
તે પોતે જ વિધાતા છે પોતે જ કુદરત નો માલિક છે પોતે જ બક્ષિસ આપવા વાળો છે અને પોતે જ જીવોને ભોજન પહોંચાડે છે
ਸਾਈ ਕਾਰ ਕਮਾਵਣੀ ਧੁਰਿ ਛੋਡੀ ਤਿੰਨੈ ਪਾਇ ॥
બધાં જ જીવ તે કરે છે જે તે પ્રભુએ પોતે જ તેમના ભાગ્યમાં લખી દીધું છે
ਨਾਨਕ ਏਕੀ ਬਾਹਰੀ ਹੋਰ ਦੂਜੀ ਨਾਹੀ ਜਾਇ ॥
હે નાનક! એક પ્રભુની ટેક વગર બીજી કોઈ જગ્યા નથી
ਸੋ ਕਰੇ ਜਿ ਤਿਸੈ ਰਜਾਇ ॥੨੪॥੧॥ ਸੁਧੁ
જે કાંઈ પણ તેની મરજી છે તે તે જ કરે છે ।।૨૪।।૧।।શુદ્ધ
ੴ ਸਤਿਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰਪ੍ਰਸਾਦਿ ॥
અકાલ પુરખ એક છે જેનું નામ ‘અસ્તિત્વ વાળો’ છે સૃષ્ટિના રચનાકાર છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ છે અને જે સદગુરૂની કૃપાથી મળે છે
ਰਾਗੁ ਆਸਾ ਬਾਣੀ ਭਗਤਾ ਕੀ ॥
આશા રાગ , ભક્તો ના સ્તોત્ર
ਕਬੀਰ ਜੀਉ ਨਾਮਦੇਉ ਜੀਉ ਰਵਿਦਾਸ ਜੀਉ ॥
કબીર જીવ, નામદેવ જીવ, રવિદાસ જીવ
ਆਸਾ ਸ੍ਰੀ ਕਬੀਰ ਜੀਉ ॥
આશા શ્રી કબીર જીવ
ਗੁਰ ਚਰਣ ਲਾਗਿ ਹਮ ਬਿਨਵਤਾ ਪੂਛਤ ਕਹ ਜੀਉ ਪਾਇਆ ॥
હું પોતાના ગુરુના ચરણોમાં પડીને વિનંતી કરું છું અને પુંછું છું કે હે ગુરુદેવ! મને આ વાત સમજાવી ને બતાવો કે જીવ શા માટે પેદા કરવામાં આવે છે
ਕਵਨ ਕਾਜਿ ਜਗੁ ਉਪਜੈ ਬਿਨਸੈ ਕਹਹੁ ਮੋਹਿ ਸਮਝਾਇਆ ॥੧॥
કયા કારણ થી જગત પેદા થતું રહે છે અને મરતું રહે છે જીવને માનવ જન્મ ની સમજ ગુરુથી જ સમજાય છે ।।૧।।
ਦੇਵ ਕਰਹੁ ਦਇਆ ਮੋਹਿ ਮਾਰਗਿ ਲਾਵਹੁ ਜਿਤੁ ਭੈ ਬੰਧਨ ਤੂਟੈ ॥
હે ગુરુદેવ! મારા ઉપર મહેર કરો મને જિંદગીનો સાચો રસ્તો બતાવો અને એ રસ્તા ઉપર લઈ જાઓ જે રસ્તા ઉપર ચાલીને હું મારી દુનિયા વાળો ડર અને માયા વાળી જંજીર તોડી શકું
ਜਨਮ ਮਰਨ ਦੁਖ ਫੇੜ ਕਰਮ ਸੁਖ ਜੀਅ ਜਨਮ ਤੇ ਛੂਟੈ ॥੧॥ ਰਹਾਉ ॥
મારાં પાછલાં કરેલા કર્મો અનુસાર મારી જિંદગી ની આખી ઉંમરની જંજાળ બિલકુલ સમાપ્ત થઈ જાય ।।૧।। વિરામ
ਮਾਇਆ ਫਾਸ ਬੰਧ ਨਹੀ ਫਾਰੈ ਅਰੁ ਮਨ ਸੁੰਨਿ ਨ ਲੂਕੇ ॥
હે મારા ગુરુદેવ! મારું મન મારાં ગળા માંથી માયાની જંજીર ના બંધન તોડતુ નથી અને માયાના પ્રભાવથી બચાવવા માટે પ્રભુ ની સાથે જોડતું નથી
ਆਪਾ ਪਦੁ ਨਿਰਬਾਣੁ ਨ ਚੀਨ੍ਹ੍ਹਿਆ ਇਨ ਬਿਧਿ ਅਭਿਉ ਨ ਚੂਕੇ ॥੨॥
મારું આ મન વાસના રહિત અસલ પ્રભુ ને ઓળખી નથી શકતું અને આ બધી વાતોથી તેનું કોરાપણું દૂર નથી થયું ।।૨।।
ਕਹੀ ਨ ਉਪਜੈ ਉਪਜੀ ਜਾਣੈ ਭਾਵ ਅਭਾਵ ਬਿਹੂਣਾ ॥
હે ગુરુદેવ! મારું મન જે સારાં અને બુરા ખ્યાલો ને પારખવા માટે અસમર્થ હતું તે જગતને જે કોઈપણ હાલતમાં પણ પ્રભુ ની સાથે ટકાવી ને નહોતું રાખી શકતું તેનાથી અલગ હસ્તી વાળું સમજીને રહેતું હતું
ਉਦੈ ਅਸਤ ਕੀ ਮਨ ਬੁਧਿ ਨਾਸੀ ਤਉ ਸਦਾ ਸਹਜਿ ਲਿਵ ਲੀਣਾ ॥੩॥
તારી મહેરબાની થી જ્યારથી મારા મનની મતિ નો નાશ થઈ ગયો છે ત્યારથી જન્મ-મરણના ચક્કરમાં જે મને ફસાવતુ હતું તે મન સદાય હવે અડોલ અવસ્થામાં ટકી રહ્યું છે ।।૩।।
ਜਿਉ ਪ੍ਰਤਿਬਿੰਬੁ ਬਿੰਬ ਕਉ ਮਿਲੀ ਹੈ ਉਦਕ ਕੁੰਭੁ ਬਿਗਰਾਨਾ ॥
જેવી રીતે જ્યારે પાણીથી ભરેલો ઘડો તૂટી જાય છે ત્યારે તે પાણીની અંદર પડેલા પ્રતિબિંબો પાણીની સાથે જ મળી જાય છે અર્થાત્ જેવી રીતે પાણી અને પ્રતિબિંબની હસ્તી તે ઘડા ના તૂટવા થી સમાપ્ત થઈ જાય છે
ਕਹੁ ਕਬੀਰ ਐਸਾ ਗੁਣ ਭ੍ਰਮੁ ਭਾਗਾ ਤਉ ਮਨੁ ਸੁੰਨਿ ਸਮਾਨਾਂ ॥੪॥੧॥
કબીર કહે છે, તારી મહેરબાનીથી દોરી અને સાપ વાળા ભ્રમ પણ મટી ગયા છે આ ભ્રમ નથી રહ્યા, જે દેખાય છે તે જગત પરમાત્મા થી કોઈ અલગ હસ્તી છે અને મારું મન સાંભળીને પ્રભુમાં સ્થિર થઈ ગયું છે ।।૪।।૧।।