Gujarati Page 557

ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰਪ੍ਰਸਾਦਿ ॥
પરમેશ્વર એક છે, તેનું નામ સત્ય છે, તે આખી સૃષ્ટિ-મનુષ્યજાતિને બનાવનાર છે, તે સર્વશક્તિમાન છે, તે નીડર છે, તેની કોઇથી દુશ્મની નથી એટલે પ્રેમની મૂર્તિ છે, તે કાલાતીત, તે જન્મ-મરણથી રહિત છે, તે આપમેળે પ્રકાશમાન થયો છે અને ગુરુ-કૃપાથી લાભ થાય છે.

ਰਾਗੁ ਵਡਹੰਸੁ ਮਹਲਾ ੧ ਘਰੁ ੧ ॥
રાગ વડહંસ મહેલ ૧ ઘર ૧॥

ਅਮਲੀ ਅਮਲੁ ਨ ਅੰਬੜੈ ਮਛੀ ਨੀਰੁ ਨ ਹੋਇ ॥
જો વ્યસની મનુષ્યને વ્યસન ન મળે અને માછલીને પાણી ના મળે તો તેને કંઈ પણ સારું લાગતું નથી.

ਜੋ ਰਤੇ ਸਹਿ ਆਪਣੈ ਤਿਨ ਭਾਵੈ ਸਭੁ ਕੋਇ ॥੧॥
પરંતુ જે લોકો પોતાના માલિકના પ્રેમ-રંગમાં રંગાયેલા છે, તેને બધું જ સારું જ લાગે છે ॥૧॥

ਹਉ ਵਾਰੀ ਵੰਞਾ ਖੰਨੀਐ ਵੰਞਾ ਤਉ ਸਾਹਿਬ ਕੇ ਨਾਵੈ ॥੧॥ ਰਹਾਉ ॥
હે માલિક! હું તારા નામ પર બલિહાર જાઉં છું, તારા નામ પર ટુકડા-ટુકડા થાવ છું ॥૧॥વિરામ॥

ਸਾਹਿਬੁ ਸਫਲਿਓ ਰੁਖੜਾ ਅੰਮ੍ਰਿਤੁ ਜਾ ਕਾ ਨਾਉ ॥
મારો માલિક પરમેશ્વર એક ફળદાયક વૃક્ષ છે, જેનું ફળ નામ રૂપી અમૃત છે.

ਜਿਨ ਪੀਆ ਤੇ ਤ੍ਰਿਪਤ ਭਏ ਹਉ ਤਿਨ ਬਲਿਹਾਰੈ ਜਾਉ ॥੨॥
જેને નામામૃત પીધું છે, તે તૃપ્ત થઈ ચુક્યા છે અને હું તેના પર બલિહાર જાઉં છું ॥૨॥

ਮੈ ਕੀ ਨਦਰਿ ਨ ਆਵਹੀ ਵਸਹਿ ਹਭੀਆਂ ਨਾਲਿ ॥
તું ભલે બધા પ્રાણીઓની સાથે નિવાસ કરતો રહે છે પરંતુ તું મને નજરે આવતો નથી.

ਤਿਖਾ ਤਿਹਾਇਆ ਕਿਉ ਲਹੈ ਜਾ ਸਰ ਭੀਤਰਿ ਪਾਲਿ ॥੩॥
મારી તરસ્યાની તરસ કઈ રીતે ઠરી શકે છે, જ્યારે સરોવર અને મારી અંદર અહંકાર રૂપી દીવાલ છે ॥૩॥

ਨਾਨਕੁ ਤੇਰਾ ਬਾਣੀਆ ਤੂ ਸਾਹਿਬੁ ਮੈ ਰਾਸਿ ॥
હે સાચા માલિક! નાનક તારો વ્યાપારી છે અને તું મારી પૂંજી છે.

ਮਨ ਤੇ ਧੋਖਾ ਤਾ ਲਹੈ ਜਾ ਸਿਫਤਿ ਕਰੀ ਅਰਦਾਸਿ ॥੪॥੧॥
હે પ્રભુ! મારા મનથી ઠગ ત્યારે જ નિવૃત્ત થઇ શકે છે, જ્યારે તારી મહિમા-સ્તુતિ તેમજ તારી સમક્ષ પ્રાર્થના કરતો રહું ॥૪॥૧॥

ਵਡਹੰਸੁ ਮਹਲਾ ੧ ॥
વડહંસ મહેલ ૧॥

ਗੁਣਵੰਤੀ ਸਹੁ ਰਾਵਿਆ ਨਿਰਗੁਣਿ ਕੂਕੇ ਕਾਇ ॥
ગુણવાન જીવાત્મા પોતાના પતિ-પ્રભુની સાથે આનંદ પ્રાપ્ત કરે છે પરંતુ નિર્ગુણ જીવાત્મા શા માટે શોક કરી રહી છે?

ਜੇ ਗੁਣਵੰਤੀ ਥੀ ਰਹੈ ਤਾ ਭੀ ਸਹੁ ਰਾਵਣ ਜਾਇ ॥੧॥
જો તે ગુણવાન બની જાય તો તે પણ પોતાના પતિ-પ્રભુની સાથે આનંદ કરશે ॥૧॥

ਮੇਰਾ ਕੰਤੁ ਰੀਸਾਲੂ ਕੀ ਧਨ ਅਵਰਾ ਰਾਵੇ ਜੀ ॥੧॥ ਰਹਾਉ ॥
મારો પતિ-પ્રભુ પ્રેમ-રસનો ભંડાર છે, પછી જીવ-સ્ત્રી શા માટે કોઈ અન્યની સાથે આનંદ કરે? ॥૧॥વિરામ॥

ਕਰਣੀ ਕਾਮਣ ਜੇ ਥੀਐ ਜੇ ਮਨੁ ਧਾਗਾ ਹੋਇ
જો જીવ-સ્ત્રી શિષ્ટાચાર કરે અને પોતાના મનને દોરો બનાવી લે તો

ਮਾਣਕੁ ਮੁਲਿ ਨ ਪਾਈਐ ਲੀਜੈ ਚਿਤਿ ਪਰੋਇ ॥੨॥
તે તેમાં પોતાના પતિ-પ્રભુના મનને હીરાની જેમ પરોવી લે છે જે કોઈ પણ મૂલ્ય પર મળી શકતું નથી ॥૨॥

ਰਾਹੁ ਦਸਾਈ ਨ ਜੁਲਾਂ ਆਖਾਂ ਅੰਮੜੀਆਸੁ ॥
હું બીજા પાસેથી રસ્તો પૂછું છું પરંતુ પોતે તેના પર ચાલતી નથી, તો પણ કહું છું કે હું પહોંચી ગઈ છું.

ਤੈ ਸਹ ਨਾਲਿ ਅਕੂਅਣਾ ਕਿਉ ਥੀਵੈ ਘਰ ਵਾਸੁ ॥੩॥
હે પતિ-પરમેશ્વર! તારી સાથે તો વાર્તાલાપ પણ કરતી નથી; પછી તારા ઘરમાં મને કેવી રીતે નિવાસ પ્રાપ્ત થશે ॥૩॥

ਨਾਨਕ ਏਕੀ ਬਾਹਰਾ ਦੂਜਾ ਨਾਹੀ ਕੋਇ ॥
હે નાનક! એક પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી.

ਤੈ ਸਹ ਲਗੀ ਜੇ ਰਹੈ ਭੀ ਸਹੁ ਰਾਵੈ ਸੋਇ ॥੪॥੨॥
જો જીવાત્મા તેના પતિ-પરમેશ્વરની સાથે અનુયાયી રહે તો તે તારી સાથે આનંદ પ્રાપ્ત કરશે ॥૪॥૨॥

ਵਡਹੰਸੁ ਮਹਲਾ ੧ ਘਰੁ ੨ ॥
વડહંસ મહેલ ૧ ઘર ૨॥

ਮੋਰੀ ਰੁਣ ਝੁਣ ਲਾਇਆ ਭੈਣੇ ਸਾਵਣੁ ਆਇਆ ॥
હે બહેન! વરસાદનો મહિનો આવ્યો છે, વરસાદની કાળી ઘટા જોઈને મોર ખુશ થઈને મધુર બોલ ગાઈ રહ્યા છે.

ਤੇਰੇ ਮੁੰਧ ਕਟਾਰੇ ਜੇਵਡਾ ਤਿਨਿ ਲੋਭੀ ਲੋਭ ਲੁਭਾਇਆ ॥
હે પ્રિય! તારી કટાર જેવી આંખ દોરડાંની જેમ ફસાવનારી છે, જેને મારા લોભી મનને મુગ્ધ કરી લીધું છે.

ਤੇਰੇ ਦਰਸਨ ਵਿਟਹੁ ਖੰਨੀਐ ਵੰਞਾ ਤੇਰੇ ਨਾਮ ਵਿਟਹੁ ਕੁਰਬਾਣੋ ॥
હે સ્વામી! તારા દર્શન માટે હું ટુકડા-ટુકડા થઈ જાવ તેમજ તારા નામ પર હું હંમેશા બલિહાર છું.

ਜਾ ਤੂ ਤਾ ਮੈ ਮਾਣੁ ਕੀਆ ਹੈ ਤੁਧੁ ਬਿਨੁ ਕੇਹਾ ਮੇਰਾ ਮਾਣੋ ॥
હવે જ્યારે તું મારો છે તો હું તારા પર જ ગર્વ કરું છું, તારા સિવાય મારો કેવો ગર્વ છે?

ਚੂੜਾ ਭੰਨੁ ਪਲੰਘ ਸਿਉ ਮੁੰਧੇ ਸਣੁ ਬਾਹੀ ਸਣੁ ਬਾਹਾ ॥
હે મુગ્ધા નારી! પોતાના પહેરેલ ચુડાને પલંગ સહિત તોડી દે.

ਏਤੇ ਵੇਸ ਕਰੇਦੀਏ ਮੁੰਧੇ ਸਹੁ ਰਾਤੋ ਅਵਰਾਹਾ ॥
હે મુગ્ધા નારી! તારા આટલા હાર-શણગાર કરવા છતાં પણ તારો પતિ-પ્રભુ કોઈ બીજાની પ્રીતિમાં રંગાયેલ છે.

error: Content is protected !!