GUJARATI PAGE 900

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥
રામકલી મહેલ ૫॥

ਈਧਨ ਤੇ ਬੈਸੰਤਰੁ ਭਾਗੈ ॥
પરમાત્માની લીલા એટલી વિચિત્ર છે કે જો તેની મરજી હોય તો અગ્નિ પણ લાકડીને સળગાવી શક્તિ નથી

ਮਾਟੀ ਕਉ ਜਲੁ ਦਹ ਦਿਸ ਤਿਆਗੈ ॥
અર્થાત માટીને પોતાના મન મેળવી દે છે પરંતુ પાણી માટીને ભેળવવાની જગ્યાએ દસેય દિશાથી ત્યાગી દે છે અર્થાત પૃથ્વી સમુદ્રમાં વસે છે પરંતુ તેને પોતાના માં ડુબાડતો નથી

ਊਪਰਿ ਚਰਨ ਤਲੈ ਆਕਾਸੁ ॥
માતાના ગર્ભમાં બાળકના પગ ઉપર હોય છે અને માથું નીચે હોય છે

ਘਟ ਮਹਿ ਸਿੰਧੁ ਕੀਓ ਪਰਗਾਸੁ ॥੧॥
શરીરમાં પ્રકાશ રૂપી સિંધુ સમાયેલું છે ॥૧॥

ਐਸਾ ਸੰਮ੍ਰਥੁ ਹਰਿ ਜੀਉ ਆਪਿ ॥
પરમાત્મા સર્વકળા સમર્થ છે

ਨਿਮਖ ਨ ਬਿਸਰੈ ਜੀਅ ਭਗਤਨ ਕੈ ਆਠ ਪਹਰ ਮਨ ਤਾ ਕਉ ਜਾਪਿ ॥੧॥ ਰਹਾਉ ॥
ભક્તોને એક ક્ષણ માટે પણ પોતાના મનથી તે ભૂલતા નથી પ્રહર તેનું જાપ કરવું જોઈએ ॥૧॥ વિરામ॥

ਪ੍ਰਥਮੇ ਮਾਖਨੁ ਪਾਛੈ ਦੂਧੁ ॥
સર્વપ્રથમ પરમાત્મા રૂપી માખણ હતું અને તદુપરાંત જગતરૂપી દૂધ ઉત્પન્ન થયું હતું

ਮੈਲੂ ਕੀਨੋ ਸਾਬੁਨੁ ਸੂਧੁ ॥
બાળકને પીવા માટે માતાને સ્તનના લોહીએ સાબુ જેવું સફેદ શુદ્ધ દૂધ ઉત્પન્ન કર્યું છે

ਭੈ ਤੇ ਨਿਰਭਉ ਡਰਤਾ ਫਿਰੈ ॥
પરમાત્માનો અંશ જીવાત્મા નીડર છે પરંતુ મૃત્યુથી ડરે છે

ਹੋਂਦੀ ਕਉ ਅਣਹੋਂਦੀ ਹਿਰੈ ॥੨॥
માયા જીવને ભગાડતી ફરે છે ॥૨॥

ਦੇਹੀ ਗੁਪਤ ਬਿਦੇਹੀ ਦੀਸੈ ॥
મનુષ્યના શરીરમાં રહેવાવાળી આત્મા ગુપ્ત છે પરંતુ શરીર જ નજર આવે છે

ਸਗਲੇ ਸਾਜਿ ਕਰਤ ਜਗਦੀਸੈ ॥
બધાને બનાવીને હરિ લીલા કરે છે

ਠਗਣਹਾਰ ਅਣਠਗਦਾ ਠਾਗੈ ॥
છેતરવાવાળી માયા ન છેતરનાર જીવને છેતરી લે છે

ਬਿਨੁ ਵਖਰ ਫਿਰਿ ਫਿਰਿ ਉਠਿ ਲਾਗੈ ॥੩॥
નામ રૂપી ધન વગર જીવ વારંવાર જન્મ-મરણના ચક્રમાં પડે છે  ॥૩॥

ਸੰਤ ਸਭਾ ਮਿਲਿ ਕਰਹੁ ਬਖਿਆਣ ॥
હે ભાઈ! ભલે સંતોની સભા મળીને

ਸਿੰਮ੍ਰਿਤਿ ਸਾਸਤ ਬੇਦ ਪੁਰਾਣ ॥
સ્મૃતિઓ, શાસ્ત્ર તેમજ વેદ-પુરાણોના વખાણ કરીને જોઈ લો

ਬ੍ਰਹਮ ਬੀਚਾਰੁ ਬੀਚਾਰੇ ਕੋਇ ॥
જે બ્રહ્મની મહિમાનો વિચાર કરે છે

ਨਾਨਕ ਤਾ ਕੀ ਪਰਮ ਗਤਿ ਹੋਇ ॥੪॥੪੩॥੫੪॥
હે નાનક! તેની પરમગતિ થઈ જાય છે  ॥૪॥૪૩॥૫૪॥

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥
રામકલી મહેલ ૫॥

ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋ ਥੀਆ ॥
જે હરિને યોગ્ય લાગે છે તે જ થાય છે

ਸਦਾ ਸਦਾ ਹਰਿ ਕੀ ਸਰਣਾਈ ਪ੍ਰਭ ਬਿਨੁ ਨਾਹੀ ਆਨ ਬੀਆ ॥੧॥ ਰਹਾਉ ॥
હંમેશા હરિની શરણ ગ્રહણ કરો તેની અતિરિક્ત બીજું કોઈ નથી  ॥૧॥વિરામ॥

ਪੁਤੁ ਕਲਤ੍ਰੁ ਲਖਿਮੀ ਦੀਸੈ ਇਨ ਮਹਿ ਕਿਛੂ ਨ ਸੰਗਿ ਲੀਆ ॥
પુત્ર, સ્ત્રી તેમજ લક્ષ્મી જે કંઈ નજર આવે છે તેમાંથી કંઈ પણ જીવ પોતાની સાથે લઈને ગયા નથી

ਬਿਖੈ ਠਗਉਰੀ ਖਾਇ ਭੁਲਾਨਾ ਮਾਇਆ ਮੰਦਰੁ ਤਿਆਗਿ ਗਇਆ ॥੧॥
માયા સ્વરૂપે ઠગની જડીબુટ્ટી ખાધા પછી જીવ ભૂલી ગયો છે. પરંતુ અંતમાં માયા તેમજ ઘર વગેરે બધું ત્યાગીને ચાલ્યો જાય છે ॥૧॥

ਨਿੰਦਾ ਕਰਿ ਕਰਿ ਬਹੁਤੁ ਵਿਗੂਤਾ ਗਰਭ ਜੋਨਿ ਮਹਿ ਕਿਰਤਿ ਪਇਆ ॥
બીજાની નિંદા કરી કરીને જીવ ખુબ દુઃખી થયો છે તેમજ પોતાના કર્મો અનુસાર ગર્ભ યોનિઓમાં પડી રહે છે

ਪੁਰਬ ਕਮਾਣੇ ਛੋਡਹਿ ਨਾਹੀ ਜਮਦੂਤਿ ਗ੍ਰਾਸਿਓ ਮਹਾ ਭਇਆ ॥੨॥
પૂર્વ જન્મમાં કરેલા કર્મ જીવનો સાથ છોડતા નથી અને ભયાનક યમદૂત તેને પોતાનો ખોરાક બનાવી લે છે ॥૨॥

ਬੋਲੈ ਝੂਠੁ ਕਮਾਵੈ ਅਵਰਾ ਤ੍ਰਿਸਨ ਨ ਬੂਝੈ ਬਹੁਤੁ ਹਇਆ ॥
મનુષ્ય અસત્ય બોલે છે તે કહે બીજું છે અને કરે કંઈક બીજું છે આ ખુબ શરમની વાત છે કે તેની તૃષ્ણા મટતી નથી

ਅਸਾਧ ਰੋਗੁ ਉਪਜਿਆ ਸੰਤ ਦੂਖਨਿ ਦੇਹ ਬਿਨਾਸੀ ਮਹਾ ਖਇਆ ॥੩॥
સંતો પર અસત્ય દોષ લગાવવાથી તેના શરીરમાં અસાધ્ય રોગ ઉત્પન્ન થઈ જાય છે જેનાથી તેનું શરીર નષ્ટ થઈ જાય છે   ॥૩॥

ਜਿਨਹਿ ਨਿਵਾਜੇ ਤਿਨ ਹੀ ਸਾਜੇ ਆਪੇ ਕੀਨੇ ਸੰਤ ਜਇਆ ॥
જે પરમાત્માએ સંતોએ યશ આપ્યો છે તેનાથી જ તેને ઉત્પન્ન કર્યા છે અને પોતે જ સંતોની જાય જયકાર કરાવી છે

ਨਾਨਕ ਦਾਸ ਕੰਠਿ ਲਾਇ ਰਾਖੇ ਕਰਿ ਕਿਰਪਾ ਪਾਰਬ੍ਰਹਮ ਮਇਆ ॥੪॥੪੪॥੫੫॥
હે નાનક! પરમાત્માએ પોતાની કૃપા કરીને સંતોને ગળેથી લગાવીને રાખે છે  ॥૪॥૪૪॥૫૫॥

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥
રામકલી મહેલ ૫

ਐਸਾ ਪੂਰਾ ਗੁਰਦੇਉ ਸਹਾਈ ॥
મારા સંપૂર્ણ ગુરુ એવા સહાયક છે  

ਜਾ ਕਾ ਸਿਮਰਨੁ ਬਿਰਥਾ ਨ ਜਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
જેનું સ્મરણ ક્યારેય વ્યર્થ જતું નથી  ॥૧॥વિરામ॥

ਦਰਸਨੁ ਪੇਖਤ ਹੋਇ ਨਿਹਾਲੁ ॥
તેના દર્શન કરવાથી મન આનંદિત થઈ જાય છે

ਜਾ ਕੀ ਧੂਰਿ ਕਾਟੈ ਜਮ ਜਾਲੁ ॥
તેની ચરણ-ધૂળ મૃત્યુની જાળ કાપી દે છે

ਚਰਨ ਕਮਲ ਬਸੇ ਮੇਰੇ ਮਨ ਕੇ ॥
તેના ચરણ-કમળ મારા મનમાં વસેલા છે

ਕਾਰਜ ਸਵਾਰੇ ਸਗਲੇ ਤਨ ਕੇ ॥੧॥
તેને મારા શરીરના બધા કાર્ય સંભાળી દીધા છે ॥૧॥

ਜਾ ਕੈ ਮਸਤਕਿ ਰਾਖੈ ਹਾਥੁ ॥
જેના માથા પર મારા પ્રભુ હાથ રાખી દે છે

ਪ੍ਰਭੁ ਮੇਰੋ ਅਨਾਥ ਕੋ ਨਾਥੁ ॥
તે અનાથ પણ સનાથ બની જાય છે

ਪਤਿਤ ਉਧਾਰਣੁ ਕ੍ਰਿਪਾ ਨਿਧਾਨੁ ॥
તે પાપીઓનો ઉદ્ધાર કરનાર તેમજ કૃપાનો ભંડાર છે

ਸਦਾ ਸਦਾ ਜਾਈਐ ਕੁਰਬਾਨੁ ॥੨॥
તેથી હંમેશા તેના પર બલિહાર જવું જોઈએ ॥૨॥

ਨਿਰਮਲ ਮੰਤੁ ਦੇਇ ਜਿਸੁ ਦਾਨੁ ॥
તે જેને નિર્મળ નામ મંત્રનું દાન આપે છે

ਤਜਹਿ ਬਿਕਾਰ ਬਿਨਸੈ ਅਭਿਮਾਨੁ ॥
તેનું અભિમાન નષ્ટ થઈ જાય છે અને તે વિકારોને ત્યાગી દે છે

ਏਕੁ ਧਿਆਈਐ ਸਾਧ ਕੈ ਸੰਗਿ ॥
સાધુઓની સંગતિમાં માત્ર પરમાત્માનું જ ધ્યાન કરવું જોઈએ

ਪਾਪ ਬਿਨਾਸੇ ਨਾਮ ਕੈ ਰੰਗਿ ॥੩॥
નામના રંગથી બધા પાપો નાશ થઈ જાય છે ॥૩॥

ਗੁਰ ਪਰਮੇਸੁਰ ਸਗਲ ਨਿਵਾਸ ॥
બધા જીવોમાં ગુરુ-પરમાત્માનો જ નિવાસ છે

ਘਟਿ ਘਟਿ ਰਵਿ ਰਹਿਆ ਗੁਣਤਾਸ ॥
તે ગુણોનો ભંડાર દરેક શરીરમાં વ્યાપક છે

ਦਰਸੁ ਦੇਹਿ ਧਾਰਉ ਪ੍ਰਭ ਆਸ ॥
હે પ્રભુ! તારી જ આશા છે પોતાના દર્શન આપો

ਨਿਤ ਨਾਨਕੁ ਚਿਤਵੈ ਸਚੁ ਅਰਦਾਸਿ ॥੪॥੪੫॥੫੬॥
મારી આ સાચી પ્રાર્થના છે કે નાનક દરરોજ તારું સ્મરણ કરે છે ॥૪॥૪૫॥૫૬॥

error: Content is protected !!