GUJARATI PAGE 977

ਹਰਿ ਤੁਮ ਵਡ ਅਗਮ ਅਗੋਚਰ ਸੁਆਮੀ ਸਭਿ ਧਿਆਵਹਿ ਹਰਿ ਰੁੜਣੇ ॥
હે હરિ! તું અગમ્ય અગોચર તેમજ મહાન છે, બધા જીવ સુંદર પરમાત્માનું જ મનન કરે છે. 

ਜਿਨ ਕਉ ਤੁਮ੍ਹ੍ਹਰੇ ਵਡ ਕਟਾਖ ਹੈ ਤੇ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਸਿਮਰਣੇ ॥੧॥
જેના પર તારી કૃપા-દ્રષ્ટિ થઈ જાય છે, તે ગુરુમુખ તારું જ સ્મરણ કરતો રહે છે ॥૧॥ 

ਇਹੁ ਪਰਪੰਚੁ ਕੀਆ ਪ੍ਰਭ ਸੁਆਮੀ ਸਭੁ ਜਗਜੀਵਨੁ ਜੁਗਣੇ ॥
આ આખું જગત-પ્રપંચ પ્રભુએ જ રચ્યું છે, તે જગતનું જીવન છે, 

ਜਿਉ ਸਲਲੈ ਸਲਲ ਉਠਹਿ ਬਹੁ ਲਹਰੀ ਮਿਲਿ ਸਲਲੈ ਸਲਲ ਸਮਣੇ ॥੨॥
જે બધા જીવોની સાથે એમ જોડાયેલ છે, જેમ જળમાંથી ઉઠનારી અનેક લહેરો ઉઠીને ફરી જળમાં જ જોડાઈ જાય છે ॥૨॥ 

ਜੋ ਪ੍ਰਭ ਕੀਆ ਸੁ ਤੁਮ ਹੀ ਜਾਨਹੁ ਹਮ ਨਹ ਜਾਣੀ ਹਰਿ ਗਹਣੇ ॥
હે પ્રભુ! જે કાંઈ પણ તે ઉત્પન્ન કર્યું છે, તેને તું જ જાણે છે અને તારી અદભૂત લીલાને અમે જાણતા નથી.

ਹਮ ਬਾਰਿਕ ਕਉ ਰਿਦ ਉਸਤਤਿ ਧਾਰਹੁ ਹਮ ਕਰਹ ਪ੍ਰਭੂ ਸਿਮਰਣੇ ॥੩॥
અમે તારા બાળક છીએ, અમારા હૃદયમાં સ્તુતિ ધારણ કરી દે કેમ કે અમે તારું સ્મરણ કરતા રહીએ ॥૩॥ 

ਤੁਮ ਜਲ ਨਿਧਿ ਹਰਿ ਮਾਨ ਸਰੋਵਰ ਜੋ ਸੇਵੈ ਸਭ ਫਲਣੇ ॥
હે પરમાત્મા! તું જ મહાસાગર અને માનસરોવર છે, જે તારી ભક્તિ કરે છે, તેને મનોવાંછિત બધા ફળ મળી જાય છે. 

ਜਨੁ ਨਾਨਕੁ ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਬਾਂਛੈ ਹਰਿ ਦੇਵਹੁ ਕਰਿ ਕ੍ਰਿਪਣੇ ॥੪॥੬॥
હે પ્રભુ! નાનક કહે છે કે હું તો ‘હરિ-હરિ’ નામની જ કામના કરું છું, તેથી કૃપા કરીને મને નામ આપી દે ॥૪॥૬॥ 

ਨਟ ਨਾਰਾਇਨ ਮਹਲਾ ੪ ਪੜਤਾਲ
નટ નારાયણ મહેલ ૪ પડતાલ 

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે

ਮੇਰੇ ਮਨ ਸੇਵ ਸਫਲ ਹਰਿ ਘਾਲ ॥
હે મન! પ્રભુની પૂજા જ સફળ સેવા છે, 

ਲੇ ਗੁਰ ਪਗ ਰੇਨ ਰਵਾਲ ॥
ગુરુની ચરણ-ધૂળ મેળવી લે, 

ਸਭਿ ਦਾਲਿਦ ਭੰਜਿ ਦੁਖ ਦਾਲ ॥
આનાથી બધા દુઃખ-વેદના તેમજ દારિદ્રય મટી જશે.

ਹਰਿ ਹੋ ਹੋ ਹੋ ਨਦਰਿ ਨਿਹਾਲ ॥੧॥ ਰਹਾਉ ॥
પ્રભુની કૃપા-દ્રષ્ટિથી આનંદ મેળવી લે ॥૧॥વિરામ॥ 

ਹਰਿ ਕਾ ਗ੍ਰਿਹੁ ਹਰਿ ਆਪਿ ਸਵਾਰਿਓ ਹਰਿ ਰੰਗ ਰੰਗ ਮਹਲ ਬੇਅੰਤ ਲਾਲ ਲਾਲ ਹਰਿ ਲਾਲ ॥
આ શરીર પ્રભુનું ઘર છે, જેને તેણે પોતે જ સુંદર બનાવ્યું છે. પ્રભુનો આ સુંદર મહેલ ખૂબ આનંદદાયક છે, જેમાં ગુણરૂપી અનંત રત્ન-જવાહર, માણેક હાજર છે

ਹਰਿ ਆਪਨੀ ਕ੍ਰਿਪਾ ਕਰੀ ਆਪਿ ਗ੍ਰਿਹਿ ਆਇਓ ਹਮ ਹਰਿ ਕੀ ਗੁਰ ਕੀਈ ਹੈ ਬਸੀਠੀ ਹਮ ਹਰਿ ਦੇਖੇ ਭਈ ਨਿਹਾਲ ਨਿਹਾਲ ਨਿਹਾਲ ਨਿਹਾਲ ॥੧॥
હરિએ મારા પર કૃપા કરી છે અને પોતે જ હૃદય-ઘરમાં આવી ગયો છે. ગુરુએ હરિથી મારી ભલામણ કરી છે, જેનાથી હરિ-દર્શન કરીને અમે નિહાળ થઈ ગયા છીએ ॥૧॥ 

ਹਰਿ ਆਵਤੇ ਕੀ ਖਬਰਿ ਗੁਰਿ ਪਾਈ ਮਨਿ ਤਨਿ ਆਨਦੋ ਆਨੰਦ ਭਏ ਹਰਿ ਆਵਤੇ ਸੁਨੇ ਮੇਰੇ ਲਾਲ ਹਰਿ ਲਾਲ ॥
જ્યારે ગુરુએ હરિના આવવાની ખબર બતાવી તો હરિના આવવાની ખબર સાંભળીને મન-શરીર આનંદિત થઈ ગયું.

ਜਨੁ ਨਾਨਕੁ ਹਰਿ ਹਰਿ ਮਿਲੇ ਭਏ ਗਲਤਾਨ ਹਾਲ ਨਿਹਾਲ ਨਿਹਾਲ ॥੨॥੧॥੭॥
જ્યારે નાનકને પ્રભુ મળ્યો તો તે તેમાં લીન થઈને પરમ નિહાળ થઈ ગયો ॥૨॥૧॥૭॥ 

ਨਟ ਮਹਲਾ ੪ ॥
નટ મહેલ ૪॥ 

ਮਨ ਮਿਲੁ ਸੰਤਸੰਗਤਿ ਸੁਭਵੰਤੀ ॥
હે મન! શોભાવાન સંતોની સંગતિમાં મળ, 

ਸੁਨਿ ਅਕਥ ਕਥਾ ਸੁਖਵੰਤੀ ॥
સુખદાયક હરિની અકથ્ય કથા સાંભળ,

ਸਭ ਕਿਲਬਿਖ ਪਾਪ ਲਹੰਤੀ ॥
આનાથી બધા દોષ-પાપ મટી જાય છે.

ਹਰਿ ਹੋ ਹੋ ਹੋ ਲਿਖਤੁ ਲਿਖੰਤੀ ॥੧॥ ਰਹਾਉ ॥
પરંતુ પ્રભુની પ્રાપ્તિ ઉત્તમ ભાગ્યાલેખથી જ થાય છે ॥૧॥વિરામ॥ 

ਹਰਿ ਕੀਰਤਿ ਕਲਜੁਗ ਵਿਚਿ ਊਤਮ ਮਤਿ ਗੁਰਮਤਿ ਕਥਾ ਭਜੰਤੀ ॥
કળિયુગમાં પ્રભુનું કીર્તિ-ગાન જ ઉત્તમ કર્મ છે, તેથી ગુરુ-મત પ્રમાણે હરિ-કથા તેમજ ભજનગાન કર. 

ਜਿਨਿ ਜਨਿ ਸੁਣੀ ਮਨੀ ਹੈ ਜਿਨਿ ਜਨਿ ਤਿਸੁ ਜਨ ਕੈ ਹਉ ਕੁਰਬਾਨੰਤੀ ॥੧॥
જેને આ કથા સાંભળી છે અને તેનું નિષ્ઠાપૂર્વક મનન કર્યું છે, હું તો તેના પણ બલિહાર જાવ છું ॥૧॥ 

ਹਰਿ ਅਕਥ ਕਥਾ ਕਾ ਜਿਨਿ ਰਸੁ ਚਾਖਿਆ ਤਿਸੁ ਜਨ ਸਭ ਭੂਖ ਲਹੰਤੀ ॥
જેને હરિની અકથ્ય કથાનો આનંદ પ્રાપ્ત કર્યો છે, તેની બધી ભૂખ મટી ગઈ છે.

ਨਾਨਕ ਜਨ ਹਰਿ ਕਥਾ ਸੁਣਿ ਤ੍ਰਿਪਤੇ ਜਪਿ ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਹੋਵੰਤੀ ॥੨॥੨॥੮॥
હે નાનક! ભક્તજન હરિ-કથા સાંભળીને તૃપ્ત થઈ ગયો છે અને હરિ-હરિ જપીને તેનું જ રૂપ થઈ ગયો છે ॥૨॥૨॥૮॥

ਨਟ ਮਹਲਾ ੪ ॥
નટ મહેલ ૪॥ 

ਕੋਈ ਆਨਿ ਸੁਨਾਵੈ ਹਰਿ ਕੀ ਹਰਿ ਗਾਲ ॥
કોઈ આવીને મને હરિની મહિમા સંભળાવે તો 

ਤਿਸ ਕਉ ਹਉ ਬਲਿ ਬਲਿ ਬਾਲ ॥
હું તેના પર બલિહાર થઈ જઈશ.

ਸੋ ਹਰਿ ਜਨੁ ਹੈ ਭਲ ਭਾਲ ॥
તે હરિનો ભક્ત ખુબ જ સારો છે.

error: Content is protected !!